તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકનોલોજી:લોકડાઉનમાં ઘરે કોઈ સંબંધી કે મહેમાન આવી શકે તેમ ન હોઇ આ પ્રયોગ કર્યો

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયા-અમેરિકા સહિતથી 10 પરિવારે આશીર્વાદ આપ્યા - Divya Bhaskar
ઓસ્ટ્રેલિયા-અમેરિકા સહિતથી 10 પરિવારે આશીર્વાદ આપ્યા
  • લોકડાઉનને લઇ મહેસાણામાં યોજાયો ડિઝિટલ સીમંત પ્રસંગ ઓસ્ટ્રેલિયા-અમેરિકા સહિતથી 10 પરિવારે આશીર્વાદ આપ્યા

મહેસાણાઃ લોકડાઉનને લઈ દેશમાં સજ્જડ બંધ વચ્ચે મહેસાણામાં ડિઝિટલ સીમંત પ્રસંગ યોજાયો હતો. શહેરના રાધનપુર રોડ પર આવેલા સહજ વિલા-3માં રહેતા રાવલ વત્સલ હિતેશકુમારની પત્ની જૈમિની રાવલના સીમંત પ્રસંગનું રવિવારનું મુહૂર્ત હતું. લોકડાઉનને લઈ તેમના ઘરે કોઈ સંબંધી કે મહેમાન આવી શકે તેમ નહોતું. જે શાસ્ત્રીજીએ મુહૂર્ત આપ્યું હતું તે પણ આવી શક્યા ન હતા. જેને લઈ વત્સલ રાવલે બે દિવસ પહેલાં ડિઝિટલ રીતે પ્રસંગ ઊજવવાનું નક્કી કર્યું.
 
મોબાઈલ અને લેપટોપથી સમગ્ર પ્રસંગને માણ્યો
જેમાં એક લેપટોપ અને 4 મોબાઈલને વેબકેમથી જોડી તેમના 10 પરિવારોને એકસાથે જોડાયા. યુકેના લેસ્ટરમાં રહેતા તેમના ફુઆ યોગેશકુમાર શુક્લ શાસ્ત્રોક્ત વિધિ વિધાનના જાણકાર હોઈ તેઓએ શાસ્ત્રીજીની ભૂમિકા ભજવી. ઓસ્ટ્રેલિયામાં રહેતા તેમના બહેન સાથે બંનેના માતા-પિતા, 3 બહેનોનો પરિવાર, મામા, માસી સહિતના 10 પરિવારોએ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને દાંતીવાડાથી મોબાઈલ અને લેપટોપથી સમગ્ર પ્રસંગને માણવાની સાથે સૌએ આશીર્વાદ આપ્યા હતા. સાથે તમામ પરિવારોએ એકબીજાને કોરોના વાયરસને લઇ સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...