તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:કડીમાં પશુચોરી કરનારા બન્યાં બેફામ, જિલ્લા SPને કરાઈ રજૂઆત

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌવંશ, ભેંસ, બકરીની ચોરી કરતી ટોળકી કડી તાલુકામાં સક્રિય બની
  • ચોરી કરતી ટોળકી સામે કડક કાર્યવાહી કરવા માંગણી

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પશુ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે કડીના હ્યુમન રાઈટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા કડી અને મહેસાણા જિલ્લામાં અલગ-અલગ જગ્યાઓ પર ખાનગી વાહનોમાંથી પશુઓની ચોરી કરાતી હોવાની રજૂઆત જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી છે.

ટોળકી પશુઓની ચોરી કરી થઈ જાય છે પલાયનકડી શહેર અને તાલુકામાં અલગ-અલગ સ્થળો પરથી પશુઓની ચોરી કરાતી હોવાની રજૂઆત જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી છે. ગૌવંશ, ભેંસ, બકરીની ચોરી કરતી ટોળકી કડી તાલુકામાં સક્રિય બની છે. આ ટોળકી કડીના અલગ-અલગ જગ્યાઓથી પશુઓની તસ્કરી કરી પલાયન થઈ જાય છે. આ ટોળકી પશુ ચોરી કરતી હોય તે દરમિયાન આમ જનતા દ્વારા પશુઓનો બચાવ કરવામાં આવે તો તેને આ ટોળકીઓ જાનથી મારી નાખવા સુધી પાછા પડતા નથી. તસ્કરો પાસે ધારદાર હથિયારો પણ હોય છે. ત્યારે આવી ઘટનાઓ અટકાવવા માટે તપાસ કરી કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

દોઢ માસમાં પશુ ચોરીની નોંધાયેલી ફરિયાદ

13 જુલાઈના રોજ કડીમાં ડોક્ટર સોસાયટીમાં ગૌવંશની ચોરી કરતા તત્વોને અટકાવવાના પ્રયાસ કરતા ભજન મંડળીના સભ્યો પર હુમલો

16 જુલાઈના રોજ વિડજ ગામમાં તત્વો ઢોર ચોરી કરવા ગયા હતા જોકે, ગામ લોકો જાગી જવાથી ભાગી ગયા

19 જુલાઈના રોજ બોરીશના ગામમાં વ્હાઇટ સ્કોર્પિયો અને રીક્ષામાં ઢોર ચોરીની ઘટના બની હતી. ગામ લોકો જાગતા પશુ ચોરવા આવેલા તસ્કરો ભાગ્યા

27 ઓગસ્ટની રાત્રે વ્હાઇટ સ્કોર્પિયોમાં નીકળેલા પશુ ચોરો પોલીસ જોઈ ભાગી ગયા હતા

28 ઓગસ્ટના રોજ કરણ નગર રોડ પર ડોક્ટર સોસાયટીમાં એક ઓલ્ડ વાનમાં ગૌવંશ ની ચોરી થઈ હતી

અન્ય સમાચારો પણ છે...