તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In The Last Three Months, Inquiries And Bookings In The Real Estate Sector Have Increased After 35% Growth In Real Estate, Two Wave Of Corona.

હાશકારો:આ અષાઢી બીજે રિયલ એસ્ટેટમાં 35% ગ્રોથ, કોરોનાની બે લહેર બાદ છેલ્લા ત્રણ મહિનામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઇન્કવાયરી અને બુકિંગ વધ્યાં

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીલરોના મતે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ખરીદી 25 ટકાએ પહોંચી

કોરોના મહામારીને લઇ છેલ્લા બે વર્ષથી મંદ પડેલ રિયલ એસ્ટેટ અને ઓટો મોબાઇલ ક્ષેત્ર ધીમે ધીમે ગતિમાં આવી રહ્યું છે. અષાઢી બીજને લઇ છેલ્લા ત્રણ મહિના કરતાં ઇન્કવાયરી અને બુકિંગ વધ્યાં છે. કોરોનાના બે વર્ષ પહેલાં માર્કેટ રનિંગ મોડમાં હતું તેની સરખામણીએ હાલ 25 થી 35 ટકા ગ્રોથ હોવાનું સૂત્રો કહે છે. કોરોના હળવો થયા પછી બાંધકામ ફરી ધમધમતાં થયાં છે.

હાલ રો-મટિરિયલના ભાવ ઉંચકાયા છે, પણ નવી સ્કિમોમાં જૂના ભાવમાં બુકિંગ સાથે મકાન ખરીદી કોરોનાની બીજી લેહર પછી 35 ટકા વધી છે. કોમર્શિયલ કરતાં રહેણાકમાં માંગ વધુ છે. અષાઢી બીજના મકાન બુકિંગ થયા છે. તો કોરોનામાં સાવ ઠપ રહેલા ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ખરીદી 25% થયાનું ડીલરોનું કહેવું છે.

અષાઢી બીજને લઇ મકાન અને વાહનોના એડવાન્સ બુકિંગ થયાં

મહેસાણા શહેરમાં અઠવાડિયામાં નવા 20 મકાનો વેચાયાનો અંદાજ
બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, અષાઢી બીજ હોઇ શહેરની વિવિધ સાઇટોમાં નવાં મકાનની ઇન્કવાયરી અને બુકિંગ થઇ રહ્યાં છે. કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર પછી રિયલ એસ્ટેટમાં બુકિંગ અને વેચાણ 25 થી 50 ટકાએ પહોંચ્યું છે. મોંઘવારી વધી છે, પણ છેલ્લા સપ્તાહથી મકાન માટે ઇન્કવાયરી પણ વધી છે. એકાદ સપ્તાહમાં શહેરમાં 15 થી 20 નવા મકાનોનું વેચાણ થયું હોવાનો અંદાજ છે.

કોલેજો ખુલ્યા બાદ વાહનની ખરીદીમાં વધારાની આશા
ટુ વ્હીલર શોરૂમના જયેશભાઇ પટેલે કહ્યું કે, હવે વ્હીકલની ખરીદી શરૂ થઇ છે. જોકે, બે વર્ષ પહેલાં કરતાં 50 ટકા માર્કેટ છે. કોલેજો ખુલ્યા પછી વાહનની ખરીદી વધશે. ફોર વ્હીલર શોરૂમના ભાવેશભાઇ પટેલે કહ્યું કે, અષાઢી બીજે 40 ગાડીનું બુકિંગ છે. બે વર્ષ પછી દિવાળી, નવરાત્રી અને હવે અષાઢી બીજે ઓટોમોબાઇલ સેક્ટરમાં ઇન્કવાયરી સાથે બુકિંગ વધ્યા છે.

જ્વેલર્સમાં હાલ લગ્નસરાની ઘરાકી ખુલી
મહેસાણા ચોકસી બજાર એસો.ના પ્રમુખ અરવિંદભાઇ પટેલે કહ્યું કે, જ્વેલર્સ માર્કેટ 35 ટકાએ પહોંચ્યું છે. લગ્ન- ગાળામાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી શરૂ થતાં માર્કેટ ગતિમાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...