મહેસાણાં જિલ્લામાં કોરોના મહામારીને લઈને પોલીસ અનેક વાર માસ્ક ના પહેરનારાઓને ઝડપી તેમની પાસેથી નિયમ મુજબ દંડ વસુલ કરે છે. જોકે, જિલ્લા માં હજુ પણ કેટલાક લોકો માસ્ક ન પહેરી બેદરકારી દાખવી રહ્યાં છે, તો પોલીસ તંત્ર પણ આવા બેદરકાર લોકોને દંડવા એક્શન મોડમાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થુકતા 142 લોકો પાસેથી પોલીસે રુ. એક લાખ 42 હજારનો દંડ વસુલ્યો છે.
મહેસાણા જિલ્લા પોલીસ વડા ના આદેશ અનુસાર જિલ્લાના અલગ અલગ તાલુકા મથકમાં આવેલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા માસ્ક નહીં પહેરતા લોકો અને જાહેરમાં થુકવા વાળા લોકોને ઝડપી તેમની પાસે દંડ વસુલ કરી તેઓને ગાઈડલાઈન સમજાવી હતી. સમગ મહેસાણા જિલ્લામાં આવેલા 25 જેટલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા જાહેરમાં થુકનારા અને જાહેર માં માસ્ક વિના ફરતા લોકો પાસેથી રુ. 1 લાખ 42 હજાર જેટલો દંડ વસુલ કર્યા હતો.
આ કાર્યવાહી દરમિયાં જિલ્લામાંથી 142 જેટલા લોકો માસ્ક નહીં પહેરતા અને કેટલાક જાહેરમાં થુકતા હોવાથી પોલીસે તેઓને પકડી તેમની પાસેથી દંડ વસુલ કર્યો હતો. આ સમગ્ર ડ્રાઈવમાં ઊંઝા શહેરમાં સૌથી વધુ એટલે કે 26 લોકો માસ્ક વિનાના ઝડપાયા હતા, જ્યારે બે લોકો થુકતા ઝડપાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.