પસંદગી:છેલ્લા 18 મહિનામાં મહેસાણા જિલ્લામાં નવી કાર કરતાં 4000 જૂની કારનું વધુ વેચાણ થયું

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇંધણના વધતાં ભાવ, બીએસ-6માં સીએનજીની મંજૂરી ન હોઇ સ્થિતિ બદલાઇ
  • નવી કારના​​​​​​​ ઓછા સ્ટોકના કારણે ઓટોમોબાઇલ માર્કેટની સ્થિતિમાં બદલાવ

મહેસાણા જિલ્લામાં 1 એપ્રિલ, 2020 થી સપ્ટેમ્બર-2021 સુધીના 18 મહિનામાં આરટીઓ કચેરી ખાતે 13 હજાર નવી કારનું રજીસ્ટ્રેશન થયું છે. આ જ સમયગાળામાં 17 હજાર જૂની કારનું રજીસ્ટ્રેશન થયું છે. છેલ્લા 18 મહિનામાં નવી કાર કરતાં જૂની કારનું વેચાણ 38.46 ટકા વધુ થયું છે.

જૂની કારનું લે-વેચ કરતાં વેપારીઓના મતે, ઇંધણના વધતાં ભાવ, બીએસ-6માં સીએનજીની મંજૂરી નહીં અને ચિપ્સની તંગીના કારણે નવી કારના ઓછા સ્ટોક તેમજ લાંબા વેઇટિંગના કારણે લોકો જૂની કારની ખરીદીને વધુ મહત્વ આપી રહ્યા છે. એમાં પણ પેટ્રોલ સાથે સીએનજી કીટ લાગી હોય તેવી જૂની કારની માંગ વધી છે. રૂ.1.50 લાખથી માંડી રૂ.4 લાખ સુધીની કિંમતમાં આવતી હેચબેક કાર લોકો વધુ પસંદ કરી રહ્યા છે. જોકે, સરકારની સ્ક્રેપ પોલિસીના કારણે લોકો ઉંચા મોડલની કારની માંગ કરી રહ્યા છે. જૂની ડીઝલ કારનું વેચાણ હાલની સ્થિતિમાં ના બરાબર છે.

10 મહિનામાં સીએનજી કીટનો ભાવમાં રૂ.16500નો ભાવ વધ્યો
સીએનજી કીટ ફિટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા દીપુભાઇએ જણાવ્યું કે, 10 મહિના પહેલાં જ્યારે પેટ્રોલનો ભાવ રૂ.80ની આસપાસ હતો, ત્યારે કારમાં સીએનજી કીટનો ખર્ચ રૂ.43 હજાર થતો હતો. પેટ્રોલના વધતાં ભાવના કારણે સીએનજી કીટની માંગ વધતાં તેનો ભાવ રૂ.16500 વધી રૂ.59500એ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...