મહેસાણા જિલ્લામાં આજે નવા 63 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. નવા કેસ સામે આવતા એક્ટિવ કેસનો આંકડો 409 પર આવી ગયો છે/ છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં રોજના 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા હતા. જ્યારે આજે 63 કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગે પણ રાહતના શ્વાસ લીધા છે.
આજે નવા 3170 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલમાં 4844 સેમ્પલના પરિણામ પેન્ડિગ છે. ત્યારે આજે 15 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જિલ્લાના અર્બન વિસ્તારોમાં 32 કેસ ત્યારે રૂલર વિસ્તારોમાં 31 કેસ સામે આવ્યા છે.
મહેસાણા સિટીમાં આજે 15 કેસ અને ગ્રામ્યમાં 11 કેસ, વિસનગર ગ્રામ્યમાં 1 કેસ, સતલાસણા ગ્રામ્યમાં 1 કેસ, ઊંઝા સિટીમાં 6 કેસ ત્યારે ગ્રામ્યમાં 4 કેસ, વિજાપુર સિટીમાં 3 કેસ અને ગ્રામ્યમાં 3 કેસ, બેચરાજી ગ્રામ્યમાં 8 કેસ, જોટાણા ગ્રામ્યમાં 2 કેસ અને કડી સિટીમાં 8 કેસ અને ગ્રામ્યમાં 1 કેસ મળી કુલ 63 કેસ સમગ્ર જિલ્લામાં નોંધાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.