તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પુત્ર જન્મની ખુશીમાં પેંડા વેચનાર પિતાએ ટૂંપો ખાધો

મહેસાણા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મહેસાણા ધરમ સિનેમા રોડ પર શિવસત્ય ફ્લેટની ઘટના

મહેસાણા શહેરના ધરમ સિનેમા રોડ પર આવેલા શિવસત્ય ફ્લેટમાં રહેતા યુવાને પુત્ર જન્મના સવા મહિના બાદ પેંડા વેચ્યાના ગણતરીના દિવસોમાં ગળે ટૂંપો ખાઇ આપઘાત કર્યો હતો. યુવાને કોઇ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. બી ડિવિજન પોલીસે હાલના તબક્કે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

શહેરના શિવસત્ય ફ્લેટમાં રહેતા વિક્રમભાઇ રણછોડભાઇ રાવળ (30)ને બે પુત્રીઓ બાદ પુત્રનો જન્મ થતાં ખૂબ જ ખુશ હતા. પુત્ર જન્મના સવા મહિના બાદ તેમણે સગાસંબંધીઓને પેંડા પણ વહેંચ્યા હતા. આ સંજોગોમાં વિક્રમભાઇએ કોઇ અગમ્ય કારણોસર સોમવારે રાત્રે પોતાના ઘરમાં ગળે ટૂંપો ખાઇને આપઘાત કરી લીધો હતો. પુત્રને ટૂંપો ખાધેલી હાલતમાં લટકતો જોઇ ચંદુભાઇએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બી ડિવિજન પોલીસે લાશનું સિવિલમાં પીએમ કરાવ્યા બાદ અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો