સ્થાનિક રાજકરણ ગરમાયું:વિજાપુર શહેરમાં યોજાયેલ હર ઘર તિરંગા કાર્યક્રમમાં ભાજપ બે ભાગલામાં વહેંચાયો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય રમણલાલ પટેલે કહ્યું, કાર્યક્રમના આયોજનથી હું અને પક્ષ બંને અજાણ છીએ
  • પૂર્વ ધારાસભ્ય પી.આઇ. પટેલે કહ્યું, ધારાસભ્ય આવ્યા હોત તો ખુરશી તૈયાર જ હતી

વિજાપુર ખાતે રવિવારે યોજાયેલા હર ઘર તિરંગા કાર્યક્રમમાં વર્તમાન ધારાસભ્ય અને તેમના ગૃપની ગેરહાજરીથી ભાજપ બે ભાગમાં વહેંચાઇ જતાં સ્થાનિક રાજકરણ ગરમાયું છે. ધારાસભ્ય રમણલાલ પટેલે કાર્યક્રમના આયોજનથી પક્ષ સાથે પોતે પણ અજાણ હોવાની વાત કરી હતી. જ્યારે પૂર્વ ધારાસભ્ય પી.આઇ. પટેલે પક્ષનો કાર્યક્રમ હતો, ધારાસભ્ય આવ્યા હોત તો ખુરશી તૈયાર હોવાનું કહ્યું હતું.

વિજાપુરમાં રવિવારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ટીબી રોડથી રેલી કાઢવામાં આવી હતી. રેલી ખણુંસા નજીક કોકીલા કોટન ઇન્ડસ્ટ્રીઝ પહોંચી હતી. જ્યાં પૂર્વ ધારાસભ્ય પી.આઇ. પટેલ, સુરેશભાઇ ડાહ્યાભાઇ પટેલ, દુષ્યંતભાઇ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઇ પટેલ, કનુભાઇ ચૌધરી અને કનકસિંહ વિહોલ સહિત અગ્રણીઓએ સભા સંબોધી હતી. સૌએ તા.13 થી 15 ઓગસ્ટ સુધી ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઊજવણીમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. તેમજ સ્વાતંત્ર સેનાનીઓ, શહીદના પરિવારોજનો અને જવાનોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઇ પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ સહિતની ગેરહાજરી હતી. ધારાસભ્ય ગૃપની ગેરહાજરી બાબતે સભામાં એકપણ આગેવાને કોઈ નિવેદન આપ્યું ન હતું.

આયોજન વખતે મારું ધ્યાન પણ દોરાયું નથી
હર ઘર તિરંગાનો કાર્યક્રમ બધા જ કરી શકે છે, આ કાર્યક્રમ વિજાપુર તાલુકા વિકાસ સમિતિના નામે કરાયો છે. ભારતીય જનતા પાર્ટીના નામે કરાયો નથી. જો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય તો પક્ષના હોદ્દેદારો સાથે ધારાસભ્ય તરીકે હું પણ હાજર રહ્યો હોત. આયોજન વખતે મારૂ ધ્યાન પણ દોરાયું ન હતું. લોકોને ભેગા કરવા આ ભાજપનો કાર્યક્રમ છે એમ કહીને બોલાવ્યા. કાર્યક્રમના આયોજનથી હું અને પક્ષ બંને અજાણ છીએ.> રમણભાઇ પટેલ, ધારાસભ્ય, વિજાપુર

અન્ય સમાચારો પણ છે...