• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In The Election Of 1242 Gram Panchayats Of North Gujarat, The Future Ballot Boxes Of 1196 Sarpanchs And 4463 Ward Members Were Sealed, Counting Of Votes On Tuesday.

ઉત્તર ગુજરાતમાં સરેરાશ 75.1% મતદાન:ઉત્તર ગુજરાતની 1242 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 1196 સરપંચ અને 4463 વોર્ડ સભ્યોનાં ભાવિ મતપેટીમાં સીલ, મંગળવારે મત ગણતરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2016 કરતાં 6.66 % ઓછું મતદાન થયું
  • કડકડતી ઠંડીની અસર

ઉત્તર ગુજરાતની 1242 ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 74.17 % મતદાન થયું હતું. આ સાથે 1196 ગામોના સરપંચ તેમજ 4463 વોર્ડ સભ્યોનાં ભાવિ મતપેટીમાં સીલ થઇ ગયા છે. મત ગણતરી મંગળવારે હાથ ધરાશે. ઉ.ગુ.માં સૌથી વધુ મતદાન બનાસકાંઠા જિલ્લામાં 79.36% અને સૌથી ઓછું અરવલ્લી જિલ્લામાં 70.81% નોંધાયું હતું. જ્યારે પાટણમાં 77.89% સાબરકાંઠા જિલ્લામાં 75% અને મહેસાણા જિલ્લામાં 72.33% મતદાન સાંજના 5 વાગ્યા સુધીમાં નોંધાયું હતું.

પાટણ જિલ્લાના સમી તાલુકાની બાબરી ગ્રામ પંચાયતના સરપંચના મહિલા ઉમેદવારનું રવિવારે સવારે તેમજ અરવલ્લી જિલ્લામાં મદદનીશ પ્રિસાઇડિંગ અધિકારી એવા ભિલોડાની મલેકપુર પ્રાથમિક શાળાના આચાર્યનું શનિવારે રાત્રે હાર્ટએટેકથી મોત થયું હતું. જ્યારે થરાદના ચુડમેરમાં સરપંચના ઉમેદવારના સગાની જીપ પર પથ્થરમારો કરી કાચ તોડવાની ઘટના બની હતી. હિંમતનગરના કાંકણોલમાં બુથ નં.8માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે હોબાળો મચ્યો હતો. ચાણસ્માના કેશણી ગામમાં ચૂંટણી બાદ બ જૂથો સામ સામે આવી ગયા હતા.

મહેસાણા જિલ્લો
વર્ષ 2021 : 72.33 %
વર્ષ 2016 : 79.58 % (- 7.25)

પાટણ જિલ્લો
વર્ષ 2021 : 77.89 %
વર્ષ 2016 : 82.50 % (- 4.61)

બનાસકાંઠા જિલ્લો
વર્ષ 2021 : 79.36 %
વર્ષ 2016 : 84.02 % (-4.66)

સાબરકાંઠા જિલ્લો
વર્ષ 2021 : 75.0 %
વર્ષ 2016 : 81.62 % (-6.62)

અરવલ્લી જિલ્લો
વર્ષ 2021 : 70.81 %
વર્ષ 2016 : 80.97 % (-10.16)

અન્ય સમાચારો પણ છે...