ચૂંટણી:જિલ્લામાં નોટામાં સૌથી વધુ 2648 મત ખેરાલુ બેઠકમાં અને સૌથી ઓછા 1775 ઊંઝામાં પડ્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 7 બેઠકમાં 2017માં સરેરાશ 1.48 ટકા નોટા સામે આ ચૂંટણીમાં 1.40 ટકા પડ્યા
  • કડીમાં 2505, બહુચરાજીમાં 2466, મહેસાણામાં 2449, વિસનગરમાં 2325 અને વિજાપુરમાં 2059 મતદારોએ નોટામાં નાખ્યા

મહેસાણા જિલ્લાની 7 બેઠકમાં વર્ષ 2017ની ચૂંટણીમાં 16,757 મતદારોએ એકપણ ઉમેદવાર પસંદ નહીં પડતાં પોતાનો મત નોટામાં નાખ્યો હતો. જ્યારે આ ચૂંટણીમાં પણ 16,227 મતદારોએ નોટા ઉપર પસંદગી ઉતારી હતી. વર્ષ 2017માં નોટામાં 1.48 ટકા મત પડ્યા હતા, જ્યારે આ ચૂંટણીમાં 1.40 ટકા પડ્યા છે. એટલે કે, ગત ટર્મ કરતાં આ વખતે નોટામાં 530 મત ઓછા પડ્યા છે. સૌથી વધુ નોટામાં મત ખેરાલુમાં 2648 અને સૌથી ઓછા ઊંઝામાં 1775 પડ્યા છે. કડીમાં 2505, બહુચરાજીમાં 2466, મહેસાણામાં 2449, વિસનગરમાં 2325 અને વિજાપુરમાં 2059 મત નોટામાં પડ્યા છે.

નોટા મામલે સૌથી વધુ રસપ્રદ પરિણામ ખેરાલુ બેઠકમાં જોવા મળ્યું છે. ખેરાલુ બેઠકના ભાજપના ઉમેદવારનો માત્ર 3964 મતના માર્જીનથી વિજય થયો છે. જ્યારે આ બેઠકમાં નોટામાં 2648 મત પડ્યા છે. જ્યારે આપને 2600 મત મળ્યા છે. રાઉન્ડ વાઇઝ મત ગણતરીમાં આ બેઠકમાં અપ-ડાઉન રહેલા પરિણામમાં નોટા અને આપના મત ભેગા ગણીએ તો જીતના આંકડા કરતાં વધુ થાય છે.

અન્ય સમાચારો પણ છે...