• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In The Coordination Committee In Mehsana, The MLA Of Bahucharaji Accused The Department Of Mines And Minerals And TDO Of Failing To Stop The Mining Activities.

ધારાસભ્યનો આક્ષેપ:મહેસાણામાં સંકલન સમિતિમાં બહુચરાજીના MLAએ ખનન પ્રવુતિ રોકવા માટે ખાણ ખનીજ વિભાગ અને TDO નિષ્ફળ રહ્યાના આક્ષેપ કર્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીડીઓના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિ બેઠક મળી હતીટ

મહેસાણા જિલ્લામાં ખનન પ્રવુતિ રોકવામાં ખાણ અને ખનીજ વિભાગ અને મહેસાણા ટીડીઓ નિષ્ફળ રહ્યા હોવાનો બહુચરાજીના ધારાસભ્યએ જિલ્લા સમિતિમાં આક્ષેપ કર્યા હતા. ખનન પ્રવુતિ રોકવા માટે કોઈ ફરિયાદ મળે તો સ્ટાફના માણસો જાણ કરીને લેતી દેતી કરતા હોવાનો પણ આક્ષેપ કરતા સંકલનની બેઠકમાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.

ડીડીઓના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિ બેઠકમાં બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને મહેસાણા ટીડીઓની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યાં હતા. કોઈપણ જગ્યાએ ખનન પ્રવુતિ ચાલતી હોવાની ફરિયાદ આપે ત્યારે ભૂસ્તરીય વિભાગની ટીમ સ્થળ પર જાય એ પહેલા જ અમુક સ્ટાફના લોકો મેસેજ કરીને જાણ કરી દેતા હોવાની ખનન માફિયા સતર્ક થઈ જતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

આ ઉપરાંત અલોડા, રામોસણા ,દેદીયાસણ ગામની ગૌચર જમીન ઉપર માથાભારે લોકોએ દબાણ કરીને બાંધકામ કર્યું હોવાની રજૂઆત કરવા છતાં મહેસાણા ટીડીઓ આંખ આડા કાન કરીને પગલાં લેતા નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...