તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
11 વર્ષ અગાઉ યુવતી ઉપર દુષ્કર્મના બહુચર્ચિત કેસમાં સરદાર પટેલ સેવાદળ દ્વારા ન્યાયની માંગણી સાથે મહેસાણામાં કાઢેલી રેલીમાં પથ્થરમારો અને તોડફોડના ગુનામાં મહેસાણા ત્રીજા એડિશનલ ચીફ જ્યુ. કોર્ટે 11 વ્યક્તિઓને નિર્દોષ છોડી મૂકવા અને મુખ્ય આરોપીની ધરપકડ કરી તેની અલગ ચાર્જશીટ કરવા પોલીસને આદેશ કર્યો હતો.
યુવતી પર દુષ્કર્મના કેસમાં 22 જુલાઇ, 2009માં બપોરે 11 વાગે સરદાર પટેલ સેવાદળ દ્વારા ન્યાયની માંગણી સાથે શહેરના તોરણવાળી માતાના ચોકમાં રેલીનું આયોજન કરાયું હતું. 5 હજારથી વધુ વ્યક્તિઓ સાથે નીકળેલી રેલી રાજમહેલ રોડ પરથી પસાર થવા સમયે બેંક ઓફ બરોડાના મકાનના ધાબા પરથી પોલીસ અને અન્ય પર પથ્થરમારો કરી ધોકાથી માર મારી રેલી નજીકથી પસાર થતી રિક્ષા અને એસટી બસોને પથ્થર મારી નુકસાન કરવા સંબંધે એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં 12 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાતા કેેસ ચાલી જતાં મંગળવારે ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ જજ ધીરજ બળદેવભાઇ રાજને 11 આરોપીઓનો નિર્દોષ છુટકારો કરી પ્રત્યેકે 437 (એ) મુજબ અપીલ કોર્ટમાં હાજર રહેવાની ખાત્રી આપતાં 6 માસના સમય માટે રૂ.5 હજારના જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા રજૂ કરવા આદેશ કર્યો હતો. મુખ્ય આરોપી જીતેન્દ્ર ભરતભાઇ પટેલની વિરુદ્ધ અલગ ચાર્જશીટ કરી તેને અલગ ચલાવવા આદેશ કર્યો હતો.
મહેસાણા કોર્ટે નિર્દોષ છોડી મૂકેલા આગેવાનો
સુરેશભાઇ મણિલાલ પટેલ (રહે.પીલુદરા), લાલજીભાઇ ડાહ્યાભાઇ પટેલ (રહે.અલોડા), મુકેશભાઇ વાલજીભાઇ પટેલ (રહે.તળેટી), જયેશ નટવરલાલ પટેલ (રહે. આનંદપાર્ક સોસાયટી, મહેસાણા), જયેશ બાબુલાલ પટેલ (રહે. ગાયત્રીકૃપા સોસાયટી, મહેસાણા), લાલજી રણછોડભાઇ પટેલ (રહે. રઘુવીર સોસાયટી, મહેસાણા), પિયુષ પ્રહલાદભાઇ પટેલ (રહે. રામોસણા, મહેસાણા), મંગળભાઇ જેઠીદાસ પટેલ (રહે. પારસ સોસાયટી, મહેસાણા), અશ્વિન બાબુલાલ પટેલ (રહે. મહેન્દ્રનગર સોસાયટ, મહેસાણા), નરેશ બબલદાસ પટેલ (રહે. મોટપ, તા.બહુચરાજી), મુકેશ કાન્તીલાલ પટેલ (રહે.શ્યામવિહાર સોસા, મહેસાણા)
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.