તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In The Case Of Irregularities In The Examination Of Navodaya Vidyalaya In Kheralu, Your Student Youth Struggle Committee Submitted An Application Form.

રજુઆત:ખેરાલુમાં નવોદય વિદ્યાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતી મામલે આપના છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ આવેદનપત્ર આપ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોએ પરીક્ષામાં પોતાના વિધાર્થીઓને ચોરી કરાવ્યાનો આક્ષેપ કરાયો

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટીમાં શિક્ષકો શંકાસ્પદ રીતે પોતાના વિદ્યાર્થીઓને ચોરી કરાવતા હોવાના આક્ષેપ મામલે આજે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

ખેરાલુમાં ગત 11 ઓગસ્ટ 2021ના રોજ જવાહર નવોદય વિદ્યાલય પસંદગીની કસોટીમાં ખેરાલુની મ્યુનિસિપલ દેસાઈ હાઈસ્કૂલના શિક્ષક પરીક્ષામાં પોતાના વિદ્યાર્થીઓને ચોરી કરાવતા વાલીઓએ ઝડપી લીધા હતા. જોકે, સમગ્ર મામલે તેમની સામે યોગ્ય કાર્યવાહી થાય એ માટે આજે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા અને વાલીઓ દ્વારા સમગ્ર મામલે ઘટનામાં સંકળાયેલા શિક્ષકો અને શાળાના સંચાલકો સામે કાર્યવાહી તેમજ દેસાઈ હાઈસ્કૂલનું પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવુ અને હાઈસ્કૂલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરી યોગ્ય પગલાંની માગ કરાઈ છે. જો 10 દિવસમાં સમગ્ર મામલે યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવે તો વિદ્યાર્થીઓના હક માટે ગાંધી ચિધ્યા માર્ગ આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...