તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:બહેનને હેરાન કરવા મામલે 2 સાળાએ બનેવીને ફટકાર્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના શ્રીજી શરણમ ફ્લેટની ઘટના
  • લાખવડ ગામે રહેતાં બે સાળા સામે ફરિયાદ

પિયર આવેલી બહેનને હેરાન કરવા મામલે ઉશ્કેરાયેલા 2 સાળાએ બનેવી પર ધારિયા અને ધોકાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંપાડી હોવાની ફરિયાદ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મહેસાણાના ઉચરપી રોડ શ્રીજી શરણમ ફ્લેટમાં રહેતા લાલજી સુખાજી ઠાકોરે મંગળવારે બપોરે ત્રણેક વાગે લાખવડ પિયરમાં ગયેલી તેમની પત્ની જશીબેનને પરત અાવવા ફોન કર્યો હતો. જેને લઇ લાલજી ઠાકોર અને તેમના સાળા વિક્રમજી વચ્ચે બોલચાલી થઇ હતી. રાત્રીના નવેક વાગે સાળા વિક્રમજી લક્ષ્મણજી ઠાકોર અને લાભુજી લક્ષ્મણજી ઠાકોર (બંને રહે. લાખવડ) હાથમાં ધારિયું અને ધોકા સાથે લાલજીના ઘરે આવ્યા હતા. બંને શખ્સોએ બહેનને હેરાન કરવા મામલે બનેવીને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત લાલજી ઠાકોરને 108 દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...