તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા ચીફ કોર્ટનો ચુકાદો:મારામારીના કેસમાં 4 આરોપીઓને બે વર્ષની કેદની સજા, રૂ.4 હજાર દંડ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોટીદાઉના 8 વર્ષ જૂના કેસમાં મહેસાણા ચીફ કોર્ટનો ચુકાદો
  • અપશબ્દો બોલવાની ના પાડતાં પત્ની પર હુમલો કરાયો હતો

મહેસાણાના મોટીદાઉમાં મહિલાને અપશબ્દો બોલવા મામલે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા શખ્સોએ ઘાતક હથિયારોથી હુમલો કરી મહિલાના પતિને ગંભીર ઇજા પહોંચાડી હતી. જે કેસમાં મહેસાણા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે ચાર આરોપીને બે વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આઠ વર્ષ પહેલાં 11 જુલાઇ 2012ના રોજ ઇશ્વરભાઇ મણિલાલ દેવીપૂજક સહિતના શખ્સો લીલાબેન નટુભાઇ દેવીપૂજકને અપશબ્દો બોલતા હોઇ તેમના પતિ નટુભાઇ સોમાભાઇ દેવીપૂજકે ઠપકો આપતાં ઉશ્કેરાઇ ગયેલા શખ્સોએ મારામારી કરી હતી. જેમાં નટુભાઇને માથામાં ધારિયું માર્યું હતું, તેમના પિતા વચ્ચે પડતાં તેમને લાકડી મારી હતી તેમજ અન્યોને ઇજા પહોંચાડી હતી. જે બનાવ અંગે રમેશભાઇ સોમાભાઇ દેવીપૂજકે ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ મહેસાણા ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ આર.જે. પટેલની કોર્ટમાં ચાલતાં સરકારી વકીલ પિયુષભાઇ દવેએ દલીલો કરી હતી. જેમાં કોર્ટે ચાર આરોપીને કસૂરવાર ઠેરવી ઇશ્વર મણિલાલ દેવીપૂજક,જયંતિ મણિલાલ દેવીપૂજક, સંપત મણિલાલ દેવીપૂજક અને રામા મણિલાલ દેવીપૂજકને આઇપીસી કલમ 324 હેઠળ બે વર્ષની સખત કેદની સજા તેમજ રૂ. 2000 દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...