• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In The Battle Of Bijapur Due To The Farming Season, The Situation Of The Election On The Day Is Very Fico, The Question Of Irrigation Remains The Same.

ગ્રાઉન્ડ રિપોર્ટ:ખેતીની સિઝનને લઇ વિજાપુરના રણાસણમાં દિવસે ચૂંટણીનો માહોલ સાવ ફિકો, સિંચાઇનો પ્રશ્ન યથાવત

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાંથી નર્મદાની પાઇપલાઇન પસાર થાય છે છતાં 20 વર્ષથી સિંચાઇનું પાણી મળતું નથી

એક બાજુ વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને બીજુ બાજુ શિયાળુ પાકની વાવણીની સિઝન એક સાથે આવતાં ગામડાઓમાં દિવસ દરમિયાન ચૂંટણી માહોલ ફિકો છે. ગણ્યા ગાંઠ્યા આગેવાનો સિવાય ચૂંટણી ચર્ચા ના બરાબર છે. આ સ્થિતિ વિજાપુર તાલુકાના રણાસણ ગામની છે.

વિજાપુરથી માત્ર લગભગ 9 મિનિટના અંતરે આવેલું રણાસણ ગામ પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે. ઘરે ઘરે શિક્ષક હોવાના કારણે એજ્યુકેશનમાં આગળ પડતું આ ગામ મોટાભાગની પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે. 5200 નો વોટીંગ ધરાવતાં ગામમાં દિવસ દરમિયાન સામાન્ય દિવસની જેમ ચહલ-પહલ છે.

ગામમાં ક્યાંય પણ ચૂંટણીનો રંગ જોવા મળતો નથી. આ અંગે પૂર્વ સરપંચ દિપકભાઇ પટેલએ જણાવ્યું હતું કે, આમ તો ગામ સુખી સંપન્ન છે. મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. વર્ષ 2002 થી ગામની એક જ માંગ છે સિંચાઇનું પાણી. ગામમાંથી નર્મદાની પાઇપલાઇન પસાર થાય છે. ગામના મુખ્ય તળાવ સહિત આસપાસ 4 થી 5 તળાવ છે. તેમ છતાં તેમાં સિંચાઇનું પાણી મળતું નથી.

જો સિંચાઇનું પાણી મળતું થાય તો ગામની 900 થી વધુ હેક્ટર જમીન ઉપરાંત ગોવિંદપુરા, પટેલપરા, વજાપુર અને સંઘપુર ગામના ખેડૂતોને પણ ફાયદો થાય છે. ઉલ્લેખનિય છે કે, ખેતીવાડીના કારણે દિવસ દરમિયાન ચૂંટણી પ્રચાર શક્ય નથી. એટલે રાત્રી દરમિયાન અલગ-અલગ મહોલ્લાઓમાં બેઠકો યોજી મતોની ગોઠવણ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...