જોટાણાના સાંથલમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં રવિવાર રાત્રે બે જૂથો વચ્ચે ધારિયા જેવા હથિયારથી કરાયેલા હુમલામાં બંને પક્ષના કુલ 5 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. સાંથલ પોલીસે બંને પક્ષના 6 શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ ફરિયાદ મુજબ, ગામના પરમાર વાસમાં રહેતા કાંતિભાઇ મીઠાભાઇ પરમાર રવિવાર રાત્રે ઘરે હતા. ત્યારે ચીમનભાઇ કચરાભાઇ જાદવ, યોગેશભાઇ ઇશ્વરભાઇ જાદવ અને દિક્ષિતભાઇ ચીમનભાઇ જાદવ હાથમાં ધારિયા અને ધોકા લઇ આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા.
આથી કાંતિભાઇએ અપશબ્દો બોલવાની ના પાડતાં ત્રણેય શખ્સોએ હુમલો કરતાં કાંતિભાઇ તેમજ ગૌતમભાઇ ચુનીલાલ પરમારને ઇજા પહોંચી હતી. બંનેને જોટાણા સરકારી હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા.
બીજી ફરિયાદ મુજબ, ઇન્દિરા નગરમાં રહેતા દિક્ષિતકુમાર ચીમનભાઇ જાદવ સાથે અગાઉ પરમારવાસમાં રહેતા જીગરભાઇ રેવાભાઇ પરમાર સાથે બોલાચાલી થઇ હોઈ રેવાભાઇ પરમાર અને યોગેશભાઇ જાદવ સાથે પરમારવાસમાં ગયા હતા. કાંતિભાઇ મીઠાભાઇ પરમાર, ગોવિંદભાઇ ચુનીલાલ પરમાર અને લક્ષ્મણભાઇ શિવાભાઇ પરમારે ધારિયા વડે હુમલો કરી ત્રણેય જણાને ઇજા પહોંચાડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.