તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In The 71 Days Of Lockdown In North Gujarat, An Average Of Seven Cases Were Reported On Corona, An Average Of 83 Cases Were Reported On 182 Days Of Unlock.

કોરોનાનું ભાસ્કર એનાલિસિસ:ઉત્તર ગુજરાત માં લૉકડાઉનના 71 દિવસમાં કોરોનાના રોજ સરેરાશ સાત કેસ નોંધાતા હતા, અનલૉકના 182 દિવસમાં સરેરાશ 83 કેસ નોંધાય છે

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાત.માં દૈનિક સરેરાશ 62 કેસ વધે છે : કોરોનામાં મહેસાણાની સૌથી ચિંતાજનક સ્થિતિ
  • રોજ સરેરાશ 21 કેસ નોંધાય છે, કોરોનાના 253 દિવસ કુલ 5159 કેસ

ઉત્તર ગુજરાતમાં કોરોનાકાળના 253 દિવસમાં દૈનિક સરેરાશ 62 પોઝિટિવ કેસ સાથે કુલ સંક્રમિતોનો આંકડો 15,662એ પહોંચ્યો છે. લોકડાઉનના 71 દિવસમાં દૈનિક સરેરાશ 7 કેસ સાથે 530 કેસ નોંધાયા હતા. પરંતુ અનલોકના 182 દિવસમાં દૈનિક 83 કેસની સરેરાશ સાથે 15,132 લોકો સંક્રમિત થયા છે. જ્યારે દૈનિક 2732ની સરેરાશ સાથે કુલ 6,91,243 સેમ્પલ લેવાયાં છે.

મહેસાણા : 253 દિવસમાં દૈનિક 21ની સરેરાશથી 5266 કેસ
મહેસાણા જિલ્લામાં કોરોનાકાળના 253 દિવસમાં દૈનિક 21ની સરેરાશથી અત્યાર સુધીમાં 5266 સંક્રમિતો નોંધાયા છે. લોકડાઉનના 71 દિવસમાં સરેરાશ દર 2 દિવસે 3 કેસ મળતાં કુલ 107 સંક્રમિતો સામે આવ્યા હતા. જ્યારે
અનલોકના 182 દિવસમાં રોજ 48ની સરેરાશથી કુલ 5159 સંક્રમિતો થયા છે. કુલ 157579 સેમ્પલની દૈનિક સરેરાશ 622 રહી છે.

પાટણ : 253 દિવસમાં રોજ 13 ની સરેરાશથી 3491 સંક્રમિતો મળ્યા
પાટણ જિલ્લામાં કોરોનાકાળના 253 દિવસમાં દૈનિક 13ની સરેરાશથી અત્યાર સુધીમાં 3491 સંક્રમિતો મળ્યા છે. લોકડાઉનના 71 દિવસમાં સરેરાશ દૈનિક 1 કેસ સાથે કુલ 78 સંક્રમિતો નોંધાયા હતા. જ્યારે અનલોકના 182 દિવસમાં દૈનિક 19ની સરેરાશ સાથે કુલ 3413 કેસ સામે આવ્યા છે. લેવાયેલા 1,23,433 સેમ્પલની દૈનિક સરેરાશ 487 સેમ્પલની રહી છે.

બનાસકાંઠા : 15ની સરેરાશથી 3787 કેસ
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાકાળના 253 દિવસમાં દૈનિક 15ની સરેરાશથી અત્યાર સુધીમાં 3787 કેસ નોંધાયા છે. લોકડાઉનના 71 દિવસમાં દર 2 દિવસે 3 સંક્રમિતની સરેરાશ સાથે કુલ 116, જ્યારે અનલોકના 182 દિવસમાં દૈનિક 20ની સરેરાશ સાથે કુલ 3671 કેસ નોંધાયા હતા. બીજી બાજુ જિલ્લામાં લેવાયેલા 1,81,257 સેમ્પલની રોજ સરેરાશ 716 સેમ્પલની રહી છે.

સાબરકાંઠા: દૈનિક 8ની સરેરાશથી 2187 કેસ
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાકાળના 253 દિવસમાં દૈનિક 8ની સરેરાશથી કુલ 2187 સંક્રમિતો નોંધાયા છે. લોકડાઉનના 71 દિવસમાં દર 2 દિવસે 3ની સરેરાશ સાથે કુલ 109 સંક્રમિતો સામે આવ્યા હતા. જ્યારે અનલોકના 182 દિવસમાં દૈનિક 11ની સરેરાશ સાથે કુલ 2078 કેસ નોંધાયા છે. જિલ્લામાં લેવાયેલા 1,35,924 સેમ્પલની દૈનિક સરેરાશ 537 સેમ્પલની રહી છે.

અરવલ્લી: દર 2 દિવસે 7ની સરેરાશથી 931 કેસ
અરવલ્લી જિલ્લામાં કોરોનાકાળના 253 દિવસમાં દર 2 દિવસે 7ની સરેરાશથી અત્યાર સુધીમાં 931 સંક્રમિતો મળ્યા છે. લોકડાઉનના 71 દિવસમાં દર 2 દિવસે 3ની સરેરાશ સાથે કુલ 120 કેસ, જ્યારે અનલોકના 182 દિવસમાં દૈનિક 4ની સરેરાશ સાથે કુલ 811 કેસ નોંધાયા છે. બીજી બાજુ જિલ્લામાં લેવાયેલા 93,050 સેમ્પલની દૈનિક સરેરાશ 367 સેમ્પલની રહી છે.

મહેસાણા-1માં ગુજરી બજાર બંધ રહ્યાં, પણ બી.કે.મોઢેરા રોડ પર લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયા

બી.કે.રોડ
બી.કે.રોડ
રાજમહેલ રોડ
રાજમહેલ રોડ

મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાતા ગુજરી બજાર પર નગરપાલિકાએ વધતા કોરોના સંક્રમણને લઇ બંધ કરાવ્યાં છે. મહેસાણા-1માં રવિવારે રાજમહેલ રોડ, તોરણવાળી ચોક અને પિલાજીગંજમાં ભરાતા ગુજરી બજાર બંધ રહ્યાં હતાં. પરંતુ છુટીછવાયી જગ્યાએ એકલ-દોકલ પાથરણાંવાળાં જોવા મળ્યા હતા. બીજી બાજુ મહેસાણા-2માં બી.કે. રોડ અને મોઢેરા રોડ પર ગુજરી બજાર ભરાયાં હતાં. જ્યાં ખરીદી માટે ઉમટેલા મોટાભાગના ગ્રાહકો માસ્ક પહેરવાનું ચૂક્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ભૂલી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...