રાજ્યમાં 27 બેઠકો એવી છે કે જ્યાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં હાર-જીતનું માર્જિન માત્રને માત્ર 3,000 મત કરતાં પણ ઓછું હતું. આમાં ઉત્તર ગુજરાતની 7 બેઠકો હતી. આ બેઠકોમાં ભાજપ હસ્તકની 16 બેઠકોમાં વિસનગર, વિજાપુર, હિંમતનગર, પ્રાંતિજ, ધોળકા, રાજકોટ રૂરલ, પોરબંદર, ગારિયાધાર, બોટાદ, ખંભાત, ઉમરેઠ, માતર, ગોધરા, ફતેપુરા, ડભોઇ અને વાગરા, જ્યારે કોંગ્રેસ હસ્તકની 11 બેઠકોમાં ધાનેરા, દિયોદર, મોડાસા, માણસા, વાંકાનેર, જામજોધપુર, તળાજા, સોજીંત્રા, છોટાઉદેપુર, ડાંગ અને કપરાડાનો સમાવેશ થાય છે. રસપ્રદ બાબત એ છે કે, સાવ નજીવા માર્જિનથી જીત્યા હોવાથી આ તમામ 27 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસે આ વર્ષે પોતાની તમામ તાકાત લગાવવી પડશે. .
કારણ કે, આ 27 બેઠકો પૈકી જે તેમની પાસે છે તેને સાચવી રાખવાનો તેમજ સામાપક્ષ પાસે જે બેઠકો છે તે પોતાના ખાતે અંકે કરવાનો સૌથી મોટો પડકાર બંને પક્ષે ઉભો છે. ઉલ્લેખનિય છે કે, 2017ની ચૂંટણીમાં ઉ.ગુ.માં સૌથી ઓછા 972 મતે દિયોદર બેઠક પર કોંગ્રેસના શિવાભાઇ ભૂરિયા વિજેતા થયા હતા. જ્યારે સૌથી વધુ 25,279 મતે પાટણ બેઠક પરથી કોંગ્રેસના ડૉ. કિરીટભાઇ પટેલ જીત્યા હતા..
2017ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 27માંથી 4 બેઠકો પર ભાજપ અને 3 બેઠકો પર કોંગ્રેસની 3000થી ઓછા માર્જિનથી જીત થઇ હતી
રાજ્યમાં 3000થી ઓછા માર્જિન ધરાવતી 27 બેઠકો
ભાજપ 16 અને કોંગ્રેસ 11
ઉ.ગુ.ની 3000થી ઓછા માર્જિનની 7 બેઠકો
દિયોદર | 972 મત | કોંગ્રેસ | શિવાભાઇ ભૂરિયા |
વિજાપુર | 1164 મત | ભાજપ | રમણલાલ પટેલ |
મોડાસા | 1640 મત | કોંગ્રેસ | રાજેન્દ્રસિંહ ઠાકોર |
હિંમતનગર | 1712 મત | ભાજપ | રાજેન્દ્રસિંહ ચાવડા |
ધાનેરા | 2093 મત | કોંગ્રેસ | નથાભાઇ પટેલ |
પ્રાંતિજ | 2551 મત | ભાજપ | ગજેન્દ્રસિંહ પરમાર |
વિસનગર | 2869 મત | ભાજપ | ઋષિકેશ પટેલ |
એવી 12 બેઠકો જ્યાં જીતનું પ્રમાણ 1 ટકાથી પણ ઓછું.
1000થી ઓછું માર્જિન
1. દિયોદર | 972 મત |
2. માણસા | 524 મત |
3. ધોળકા | 327 મત |
4. બોટાદ | 906 મત |
5. ગોધરા | 258 મત |
6. ડાંગ | 768 મત |
7. કપરાડા | 170 મત |
ફ્લેશબેક | 2012માં 3000થી ઓછા માર્જિનવાળી રાજ્યમાં 23 અને ઉત્તર ગુજરાતની 2 બેઠકો જ હતી
2012માં 3000થી ઓછા માર્જિન ધરાવતી 23 બેઠકો હતી. જેમાં કોંગ્રેસની 15, ભાજપની 6 અને અન્યની 2 બેઠકો હતી. જેમાં સોજિંત્રા, કલોલ, કાંકરેજ, આણંદ, કડી, ઉમરેઠ, સંખેડા, તાલાલા, લીંબડી, ઘારી, સોમનાથ, દહેગામ, છોટાઉદેપુર, સાવરકુંડલા, ડાંગ, ડેડિયાપાડા, બાપુનગર, દરિયાપુર, મોરબી, લાઠી, જામનગર સાઉથ, ગોધરા અને ધોરાજી હતી.
2017માં ભાજપ અને કોંગ્રેસે 1 ટકાથી પણ ઓછા માર્જિનથી જીત મેળવી હોય તેવી 12 બેઠકો છે. જેમાં દિયોદર (0.59%), વિજાપુર (0.78%), હિંમતનગર (0.89%), મોડાસા (0.96%), માણસા (0.33%), ધોળકા (0.21%), વાંકાનેર (0.76%), બોટાદ (0.52%), ગોધરા (0.15%), છોટાઉદેપુર (0.69%), ડાંગ (0.64%) અને કપરાડા (0.09%) છે. આ બેઠકોમાં 5 ભાજપની અને બાકીની 7 કોંગ્રેસની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.