કાર્યવાહી:સુરપુરામાં માતાને અપશબ્દો બોલતાં પિતાને દીકરાએ જ ઉંઘમાં ધારિયાના ઘા ઝીંકી દીધા

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બહુચરાજી પોલીસે પુત્રની ધરપકડ કરી, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
  • પિતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલાતમાં સારવાર હેઠળ

બહુચરાજીના સુરપુરામાં મંગળવારે સંબંધોને શર્મશાર કરતો કિસ્સો બન્યો હતો. માતા પાસે રહેતા પુત્રએ સુરપુરામાં આવીને રાત્રે ઉંઘી રહેલા પિતાને કુહાડીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડ અમદાવાદની સિવિલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. બહુચરાજી પોલીસે પુત્રની ધરપકડ કરીને પૂછપરછ કરતાં હત્યાનો પ્રયાસ કર્યાની કબૂલાત કરી હતી. પિતાએ માતા માટે અપશબ્દો બોલતા ગુસ્સે થઈને 6થી 7 કુહાડીના ઘા માથામાં મારીને જ્યાં સુધી ડચકાં બંધ થાય નહી ત્યાં સુધી જોડે બેસી રહ્યો હતો. ડચકા બંધ થતાં તે જમણપુર જતો રહ્યો હતો.

સુરપુરામાં નટવરલાલ પરસોત્તમદાસ પંચાલના પત્ની સુરેખાબેન 7 વર્ષથી રિસાઈને હારિજના જમણપુરમાં જતા રહેતા તેઓ એકલા રહે છે. 4 જાન્યુઆરીએ સવારે 8 વાગે નટવરલાલ ખાટલામાં ઉંઘેલા હોવાથી તેમના ભત્રીજા ગોવિંદભાઈએ તપાસ કરતાં લોહીલુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા.

ગંભીર ઈજાઓ હોવાથી બહુચરાજી અને મહેસાણા સિવિલમાં પ્રાથમિક સારવાર આપીને અમદાવાદ સિવિલમાં રીફર કરાયા હતા. હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યુ છે. નટવરલાલનો દીકરો કમલેશ 3 જાન્યુઆરીએ ઘેર આવ્યો હતો અને રાત્રે તેમની પાસે ઉંઘ્યો હતો. સવારે ઘરમાં નહી જણાતા તેમના ભત્રીજા ગોવિંદભાઈએ કમલેેશ ઉપર પિતાની હત્યાનો પ્રયાસ કર્યાની શંકા વ્યક્ત કરતાં હારિજના જમણપુરથી કમલેશને દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...