કાર્યવાહી:સુંઢિયા ગામે ગાંજાનો વેપાર કરતો શખ્સ 1 કિલો ગાંજા સાથે ઝડપાયો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા એસઓજીએ રેડ કરી ~10,140નો ગાંજો જપ્ત કર્યો
  • ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર પીપોદરાનો ભગત વોન્ટેડ

વડનગર તાલુકાના સુંઢિયા ગામે ભાડાના મકાનમાં ગાંજાનો વેપાર કરતા પ્રવિણગીરી ગોસ્વામી નામના શખ્સને મહેસાણા એસઓજી પોલીસે રેડ કરી રૂ. 12,640ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે ગાંજો પીંપોદરાવાળો ભગત નામના શખ્સે આપ્યો હોવાનું કબૂલતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

એસઓજી પીઆઇ બી.એચ. રાઠોડ, પીએસઆઇ એસ.એસ. ચૌધરી સહિતની ટીમે સુંઢિયાનો પ્રવિણગીરી ઉર્ફે પકો દત્તગીરી (45) આંબોલપુરા સરદાર આવાસ યોજનામાં ભાડાના મકાનમાં ગાંજો રાખી વેપાર કરતો હોવાની હકીકત મળતાં રેડ કરી હતી. જેમાં મકાનમાંથી રૂ.10,140ના 1.114 કિલો ગ્રામ ગાંજો મળી આવતાં પોલીસે ગાંજો, બે મોબાઇલ, વજનકાંટો વગેરે મળી રૂ.12,640ના મુદ્દામાલ સાથે પ્રવિણગીરી ગોસ્વામીને ઝડપી લીધો હતો. તેમજ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર પીપોદરાનો ભગત નામનો શખ્સ હાજર મળી આવ્યો નહોતો. બંને શખ્સો વિરુદ્ધ ધી એનડીપીએસ એક્ટ મુજબ વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...