ઝપાઝપી:વડનગરના સીપોર ગામમાં અગાઉ પાણી ઢોળવા બાબતે કુટુંબી દેરાણી સાથે થયેલા ઝગડા મામલે ત્રણ શખ્સોએ મહિલાને માર માર્યો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના કપાળે ગંભીર ઇજા થતા તેણે સારવાર અર્થે ખસેડવામાં આવી
  • પોલીસ મથકમાં મારામારી કરનારા ઈસમ સામે ફરિયાદ નોંધવામાં આવી

વડનગર પાસે આવેલા સીપોર ગામમાં જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ એક મહિલા પર હુમલો કરી તેને માર માર્યો હતો. અગાઉ પાણી ઢોળવા બાબતે કુટુંબી દેરાણી સાથે થયેલા ઝગડા મામલે ત્રણ શખ્સોએ મહિલા સાથે ઝપાઝપી કરી તેને ઈજાગ્રસ્ત કરી હતી. જેથી મહિલાના કપાળે ગંભીર ઇજા થતા તેણે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને લઈ વડનગર પોલીસ મથકમાં મારામારી કરનારા ઈસમ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલા સીપોર ગામની અંદર રાવળ વાસમાં રહેતી ગંગાબેન રાવળ જોગણી માતાના મંદિર પાસે હતા. ત્યારે કુટુંબી દેરાણી નર્મદાબેન ત્યાં આવી પહોચ્યાં હતા અને કહ્યુ કે, કેમ મારી સાથે અઠવાડિયા પહેલા પાણી ઢોળવા બાબતે ઝગડો કર્યો હતો. તેમ કહી ફરિયાદીને અપશબ્દો બોલ્યા હતા. તેમજ આરોપી મહિલા પોતાના પતિ અને વિશાલ રાવળ આ ત્રણ લોકોએ ફરિયાદી મહિલાને મારમારી ઈજાગ્રસ્ત કરી હતી. મહિલાના માથાના ભાગે પાઇપ વાગી જતા મહિલા લોહીલુહાણ થઈ હતી. જેથી તેને તાત્કાલિક વડનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જે બાદ મહિલાએ નર્મદાબેન પ્રહલાદ ભાઈ રાવળ, જગદીશભાઈ રાવળ, વિશાલ કનુભાઈ રાવળ સામે વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...