તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મહેસાણા જિલ્લામાં ઇન સર્વિસ તબીબો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને તબીબો હડતાળ પર ઉતર્યા

મહેસાણા જિલ્લામાં આજથી ઇન સર્વિસ તબીબો હડતાળમાં જોડાયા છે. પોતાના પડતર પ્રશ્નોને લઈ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર તબીબો ઉતર્યા છે. પડતર પ્રશ્નો અને માંગણીઓ સાથે સિવિલ સહિત પીએચસી કેન્દ્રના તબીબો પણ જોડાયા છે.

પડતર પ્રશ્નોના ઉકેલ માટે તબીબો માંગ કરી રહ્યાં છે

14 જેટલા પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે થયેલા નિર્ણયો બાદ હજુ સુધી કોઈ પણ જાતના અદેશોનું પાલન ના થતા ઇન સર્વિસ તબીબોએ આજથી નવો જીઆર ના થાય ત્યાં સુધી કામગીરી બંધ કરી અચોક્કસ મુદ્દતની હડતાળમાં તબીબો જોડાયા છે. આજે મહેસાણા સિવિલ ખાતે ઇન સર્વિસ તબીબો હડતાળમાં જોડાયા હતા. જેમાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે તબીબો માંગ કરી રહ્યાં છે.

તબીબો 14 જેટલી માંગણીઓ સાથે હડતાળમાં જોડાયા

જેમાં NPA પગાર ગણી તમામ લાભો NPA પર આપવા, સાતમા પગાર પાંચમા મેટ્રિક લેવલ 10 મુજબ આપવું, વર્ગ 1 ના અધિકારીઓ સેવા સંલગ્નના આદેશો કરવા, તબીબો અધિકારીઓ ના સેવા સલગ્ન આદેશો તત્વરીત કરવા, તેમજ કોરોના મહામારીમાં સ્ટ્રેટમાં ફરજ બજાવતા તબીબો વિરુદ્ધ ફરિયાદોમાં તત્વરીત પગલાં લેવાનું બંધ કરવા તબીબો માંગ કરી રહ્યાં છે. જેમાં જિલ્લાના ઇન સર્વિસ તબીબો પોતાની 14 જેટલી માંગણીઓ સાથે આજથી અચોક્કસ મુદ્દત ની હડતાળમાં જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...