તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સૌરાષ્ટ્રમાં સર્વેમાં ગયેલા ગ્રામ સેવકોને છુટા ન કરતાં કામ ઠપ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં 25-25 ગ્રામ સેવકોને વાવાઝોડા બાદ સર્વેની કામગીરી સોંપાઇ હતી

તાઉતે વાવાઝોડાના કારણે સાૈરાષ્ટ્રમાં થયેલા પાક નુકશાનના સર્વેમાં મહેસાણા જિલ્લાના 50 ગ્રામસેવકોને ફરજ સોંપાઇ હતી. જો કે, સર્વેને કામગીરી પૂર્ણ થવા છતાં તેમને છુટા ન કરાતાં મહેસાણા જિલ્લામાં તેની અસર વર્તાઇ રહી છે. ચોમાસુ શરૂ થવાની તૈયાર હોઇ વાવણીના સર્વેથી માંડી વિવિધ યોજનાની કામગીરી માટે ખેડૂતો ધક્કે ચડી રહ્યા છે.

વાવાઝોડાના કારણે ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં થયેલા પાક નુકશાનીનો સર્વે પૂર્ણ થયો છે. તેમ છતાં મહેસાણા જિલ્લાના 50 ગ્રામ સેવકોને ફરજ મુક્ત કરાયા નથી. જેને લઇ મહેસાણા જિલ્લાની કામગીરીની અસર થઇ રહી છે. જેમાં ચોમાસુ વાવણી શરૂ થતાં વાવણીના અાંકડા અેકત્રિત કરવાની કામગીરી સાથે કીટ વિતરણની કામગીરીને અસર થવા પામી છે.

બીજી બાજુ જે ખેડૂતોઅે અાઇ ખેડૂત પોર્ટલ પર અરજી કર્યા બાદ હવે ફોર્મ જમા કરાવવા માટે ગ્રામ સેવક વગર વલખા મારી રહ્યા છે. અા સ્થિતિમાં વહેલી તકે ગ્રામ સેવકોને ફરજ મુક્ત કરી મહેસાણા જિલ્લાની કામગીરી સ્વિકારે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...