રોગચાળાનો ભય:નાગલપુરની રાવપુરા સોસાયટીમાં ગટરના પાણી ભરાતાં રહીશો હેરાન

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટર અને પીવાનું પાણી મીક્ષ થતાં રોગચાળાનો ભય
  • પાલિકાની ટીમ ચકાસણી કરી ગયા પછીયે સમસ્યા જૈસે થે

મહેસાણાના નાગલપુરની રાવપુરા સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી ગટરની કુંડી ઊભરાઇને ગંદાં પાણી કોમન પ્લોટમાં ભરાઇ રહેતાં અસહ્ય દુર્ગંધથી રહીશો તોબા પોકારી ઊઠ્યા છે. તો ઘરોમાં પીવાનું પાણી દુર્ગંધયુક્ત મિક્ષ આવતું હોઇ બીમારી શરૂ થયાની રાડ ઉઠી છે. નગરપાલિકાની ટીમ ચકાસણી કરી ગયા પછી પણ સમસ્યા હલ ન થઇ હોવાનું રહીશોએ જણાવ્યું હતું.

નાગલપુર હાઇવે પર વિકાસનગર નજીક આવેલી 40 પરિવારની રાવપુરા સોસાયટીના કોમન પ્લોટમાં ગંદા પાણી ભરાઇ રહેતાં રહીશોને તેમાંથી પસાર થવું પડી રહ્યું છે. પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી આવી રહ્યું છે. પાલિકાની ડ્રેનેજ એજન્સીની ટીમ સ્થળ નિરીક્ષણ કરી ગયા પછી પણ ઉકેલ ન આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...