તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચુકાદો:રાણીપુરામાં મારામારીના કેસમાં 1ને 2 વર્ષ અને બીજાને 6 મહિનાની સજા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આઠ વર્ષ અગાઉની ઘટનામાં મહેસાણા કોર્ટનો ચુકાદો

આઠ વર્ષ પહેલા મહેસાણા તાલુકામાં અને હાલ જોટાણા તાલુકામાં સમાવિષ્ટ રાણીપુરા ગામમાં બે કુંટુબો વચ્ચે ચાલતા મનદુ:ખમાં બોલાચાલીમાં સર્જાયેલ મારામારીમાં ત્રણ શખ્સો સામે સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.જે અંગે કોર્ટમાં ચાર્જશીટ થતાં જવાબ,તબલના અંતે મહેસાણા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતાં દોષિત ઠરતાં એક આરોપીને બે વર્ષ અને બે આરોપીને છ માસની સજાનો હુકમ કરાયો છે. રાણીપુરામાં આઠ વર્ષ અગાઉ 2 મે 2013ના માં ગોવિંદભાઇ પરમાર,તેમની પત્ની અને દીકરી ઘર આગળ બેઠા હતા અને તે વખતે કિશોરભાઇ મકવાણા સહિત શખ્સોએ મારામારી કરતાં ગોવિંદભાઇને ફેક્ચર થયુ હતું.

જ્યારે અન્ય બે શખ્સોએ મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારી હોવા અંગે ગોવિદભાઇ કેશાભાઇ પરમારે સાંથલ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે મહેસાણા કોર્ટમાં કેસ ચાલતો હતો.જેમાં સરકારી વકીલ પિયુષભાઇ દવેએ દલીલો કરી હતી. પુરાવા, દલીલોની તમામ કાર્યવાહીના અંતે ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ આર.જે.પટેલની કોર્ટે આરોપી કિશોરભાઇ ખેમચંદભાઇ મકવાણાને ભારતીય દંડ સંહિતાની કલમ 325 મુજબ શિક્ષાપાત્ર ગુનામાં બે વર્ષની સખત કેદની સજા તથા રૂ. 5000 દંડ ફરમાવતો હુકમ કર્યો છે.

જ્યારે અારોપી હંસાબેન કિશોરભાઇ મકવાણા અને મુકેશભાઇ કિશોરભાઇ મકવાણાને ભારતીય દંડ સંહીતાની કલમ 323 મુજબ શિક્ષાપાત્ર ગુનામાં છ માસની સખત કેદની સજા તથા દરેકને રૂ.1000 દંડ ફરમાવામાં આવ્યો છે.આરોપીઓ દંડ ન ભરે તો વધુ 15 દિવસની કેદની સજા ફરમાવામાં આવી છે.આરોપીઓને ફરમાવેલ દંડની રકમમાંથી ફરિયાદી ગોવિંદભાઇને રૂ. 5000 વળતરપેટે ચુકવી આપવા હુકમમાં જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...