હિટ એન્ડ રન:પિલવાઇ ગામમાં ખાટલામાં સૂતેલાં વૃદ્ધા પર કાર ચઢાવી

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધાને સારવાર અર્થે મહેસાણામાં લવાયા
  • કારનું ટાયર છાતી ઉપર ફરી વળતાં ગંભીર ઈજા થઇ, કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

વિજાપુર તાલુકાના પિલવાઇ ગામે વડલાની નીચે ખાટલામાં સૂઈ રહેલા વૃદ્ધ મહિલા ઉપર એક યુવાને પોતાની કાર ચડાવી દેતાં વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.કારચાલક સામે વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

વિજાપુર તાલુકાના પિલવાઇ ગામે સિપાઈવાસમાં રહેતાં 60 વર્ષીય ગુલશનબાનુ ઇબ્રાહીમ ભાઇ સિપાઈ મંગળવારે બપોરે બેંકની સામે આવેલા વડલાની નીચે ખાટલામાં સૂઈ રહ્યાં હતાં. ત્યારે તેમના મહોલ્લામાં જ રહેતો સિપાઈ સદ્દામભાઈ શાહબુદ્દીન મિયા નામના યુવાને પોતાની કાર (GJ 01 RF3813) ગુલશનબાનુંના ખાટલા પર ચડાવી દીધી હતી અને છાતીના ભાગે કારનું ટાયર ફરી વળતાં ઇજાગ્રસ્ત ગુલશનબાનુંને વધુ સારવાર અર્થે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. પોતાના ખાટલા ઉપર કાર ચડાવી અકસ્માત કરનાર સદ્દામ શાહબુદ્દીન વિરુદ્ધ તેમણે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...