તસ્કરી:પાલજમાં તસ્કરો વધુ 2 ખેડૂતોનો રૂ.74 હજારનો સામાન ચોરી ગયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેક્ટરની ટ્રોલી તેમજ બોર પરથી સ્ટાર્ટર અને કેબલ ચોરાયો

મહેસાણા તાલુકાના પાલજને તસ્કરોએ નિશાન બનાવ્યું હોય તેમ અગાઉના સપ્તાહમાં 7 બોર પરથી કેબલની ચોરી બાદ વધુ 2 ખેડૂતોને ત્યાંથી ટ્રેક્ટરની ટ્રોલી, બોર ચાલુ કરવાનું સ્ટાર્ટર અને 45 ફૂટ કેબલ મળી કુલ રૂ.74 હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા. ચોરીનો ભોગ બનેલા બંને ખેડૂતોએ સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. બલોલ પાસે આવેલા પાલજ ગામના રમેશભાઇ અંબાલાલ પટેલે પોતાની ટ્રેક્ટરની ટ્રોલી (GJ 02 U 1483) 22મીએ ગામના ગોદરાની વાડીની પાછળ ચબુતરાની બાજુમાં પાર્ક કરી હતી.

જે 23મી સવારે પાર્ક કરેલી જ્ગ્યાએ જોવા ન મળતાં તેમણે રૂ.40 હજારની ટ્રોલીની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ગામના જ વિષ્ણુભાઇ પ્રભુદાસ પટેલના ગામના ઉદેલા રોડ પર આવેલા બોર પરથી 22મીની રાત્રે રૂ.25 હજારનું બોર ચાલુ કરવાનું સ્ટાર્ટર તેમજ બોરની બાજુમાં લગાવેલા રૂ.9 હજારની કિંમતના 45 ફૂટ લાંબા કેબલ મળી કુલ રૂ.34 હજારની મત્તાનો સામાન તસ્કરો ચોરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...