અકસ્માત:પાલાવાસણામાં બાઈક સ્લીપ ખાતાં ચાલકનું મોત નિપજ્યું, અન્યને ઈજા

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને બચાવવા જતા બાઇક સ્લીપ ખાઈ ગયું

રાધનપુર રોડ પર આવેલ ગંગાસાગર-2માં રહેતા બાલકરામ રામધીરજ પાસવાન પીઓપીનુ કામ કરે છે.ગત 13 સપ્ટેમ્બરે સવારે તેના સાથી અકટુક રામકરણરામ અભીલાખના સાથે જીજે.02 સીડી.0870 નંબરનુ બાઇક લઇને મહેસાણાથી અંબાસણ કામ પર ગયા હતા.રાત્રે 8 વાગ્યે મહેસાણા પરત ફરતા પાલાવાસણા એસઆરપી કેમ્પ સામે રોડ પર એકાએક બાઇક સામેથી પસાર થયેલા યુવાનને બચાવવા જતાં બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો.બાઇક પરથી પટકાયેલા બન્ને ઇજાગ્રસ્તોને રોડ પર અર્ધબેભાન હાલતમાં મહેસાણા સિવિલમાં ખસેડ્યા હતા.જ્યાં તેનું મોત થયુ હતુ.જ્યારે બીજા યુવાનને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...