ક્રાઇમ:એકતરફી પ્રેમમાં કિશોરે સગીરાને નદીના કોતરોમાં ખેંચી જઇ દુષ્કર્મનો પ્રયાસ કર્યો

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણાના દવાડા ગામના કિશોર સામે પોક્સો હેઠળ ફરિયાદ
  • સગીરાએ પ્રતિકાર કરતાં માથામાં પથ્થર મારી પેટમાં છરી હુલાવી

મહેસાણા તાલુકાના દવાડા ગામમાં એકાદ સપ્તાહ અગાઉ એકતરફી પ્રેમમાં કિશોરે સગીરાને પુષ્પાવતી નદીની કોતરોમાં ખેંચી જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ પ્રતિકાર કરતાં ઉશ્કેરાયેલા કિશોરે તેના માથામાં પથ્થરનો ઘા કરી પેટના ભાગે છરી મારી દીધી હતી. આ મામલે સગીરાએ શુક્રવારે કિશોર સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દવાડા ગામનો એક કિશોર સગીરાના પ્રેમમાં હતો. જોકે, સગીરાએ સગાઈની વાત શરૂ થતાં સંબંધ રાખવા ના પાડતાં ઉશ્કેરાયેલા કિશોરે ગત 6 મેના રોજ સાંજના સમયે ગામ નજીક પુષ્પાવતી નદીના કોતરોમાં સગીરાને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બંને વચ્ચે ઝપાઝપી થતાં કિશોરે પથ્થર સગીરાના માથામાં માર્યો હતો.

તેમજ પેટની ડાબી બાજુએ છરીનો ઘા કર્યો હતો. આ સાથે સગીરાને તેની સાથે પ્રેમસંબંધ રાખવા ધમકી આપી ત્યાંથી ભાગી ગયો હતો. ઘા પર દુપટ્ટો બાંધી જેમ તેમ કરી કોતરોમાંથી નીકળેલી ઇજાગ્રસ્ત સગીરાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મહેસાણા તાલુકા પોલીસે કિશોર સામે પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...