ઘર પરિવારની જવાબદારી સંભાળતી મહિલાઓનું ચૂંટણીમાં મતદાન વધી રહ્યું છે. ઉત્તર ગુજરાતી આઠ બેઠક એવી છે કે જ્યાં વર્ષ 2012માં થયેલ મહિલા મતદાનની સરખામણીએ વર્ષ 2017ની ચૂંટણીમાં મહિલા મતદાનનું પ્રમાણ વધ્યું છે. મહત્તમ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્તર ગુજરાતમાં મહિલાઓ હવે મતદાનમાં હિસ્સો વધારી રહી છે. સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાની નવ બેઠક પૈકી વાવ, થરાદ, ધાનેરા, ડીસા અને કાંકરેજ મળી પાંચ બેઠકમાં મહિલા મતદાનમાં આંશિક વધારો થયો છે.
પાંચ બેઠકમાં મહિલા મતદાન વધ્યું
બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2012માં નોંધાયેલ 913829 મહિલા મતદારો પૈકી 655363 મહિલાએ મતાધિકારનો ઉપયોગ કરતાં મહિલા મતદાન 71. 72 ટકા નોંધાયું હતું. જેની સરખામણીએ વર્ષ 2017માં નોંધાયેલ કુલ 1021878 મતદારો પૈકી 741335 મહિલાએ મતાધિકારનો ઉપયોગ કરતાં મહિલા મતદાન 72. 55 ટકા નોધાયુ હતુ. જેમાં પાંચ બેઠકમાં મહિલા મતદાન વધ્યું છે. જ્યારે મહેસાણા જિલ્લાની સાત બેઠક પૈકી ખેરાલુ અને ઊંઝા બેઠકમાં વર્ષ 2012 કરતાં 2017માં મહિલા મતદાનમાં વધારો થયો છે.
વર્ષ 2017માં 69.21 ટકા મહિલા મતદાન
ખેરાલુ બેઠકમાં વર્ષ 2012માં મહિલા મતદાન 68.02 ટકા મતદાન થયેલું, જ્યારે વર્ષ 2017માં 69.21 ટકા મહિલા મતદાન થતાં 1.19 ટકાનો આંશિક વધારો આવ્યો છે. ઊંઝા બેઠકમાં પણ વર્ષ 2012માં 68.48 ટકા મહિલાએ મતદાન કર્યું હતું. તેની સરખામણીએ વર્ષ 2017ની ચૂંટણીમાં 69.69 ટકા મહિલાએ મતદાધિકારનો ઉપયોગ કરતાં મતદાન 1. 21 ટકા વધ્યું છે.આ ઉપરાંત સાબરકાંઠાની ખેડભ્રહ્મા બેઠકમાં 2012ની ચૂંટણીમાં 73.42 ટકા મહિલાએ મતદાન કર્યુ હતું, જ્યારે 2017માં 74.27 ટકા મહિલાએ મતાધિકારનો ઉપયોગ કરતાં આ બેઠકમાં આંશિક 0.25 ટકા મતદાનમાં વધારો નોંધાયો છે.
7 બેઠકમાં પુરુષ મતદાન વધ્યું
નોંધનીય છે કે, વર્ષ 2012ની ચૂંટણીમાં સંયુક્ત સાબરકાંઠા જિલ્લાની સાત બેઠકો હતી, ત્યાર પછી વિભાજન થતાં 2017ની ચૂંટણીમાં ચાર બેઠક સાબરકાંઠા અને ત્રણ બેઠક અરવલ્લી જિલ્લામાં અસ્તિત્વમાં આવેલી છે.જ્યારે ઉ.ગુ.માં વર્ષ 2012ની તુલનાએ વર્ષ 2017માં 27 બેઠકો પૈકી બનાસકાંઠાની વાવ, વડગામ અને કાંકરેજ, મહેસાણાની ખેરાલુ, ઊંઝા અને વિસનગર અને પાટણની રાધનપુર મળી 7 બેઠકમાં પુરુષ મતદાન વધ્યું છે.
પુરુષ મતદાનમાં સૌથી વધુ વધારો વાવ બેઠકમાં
પુરુષ મતદાનમાં સૌથી વધુ વધારો વાવ બેઠકમાં છે. વર્ષ 2012માં વાવમાં 78.82 ટકા પુરુષોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 2017માં 83.09 ટકા પુરુષોએ મતદાન કરતાં પુરુષ મતદાન 4.27 ટકા વધ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં પાતળી સરસાઇમાં હાર-જીતની બાજી પલટાતી હોય છે, આવામાં મતદારોને મતદાન મથક સુધી ખેંચી લાવવા રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો જોર અજમાવી રહ્યા છે.
આ વર્ષે ચૂંટણીનુ શું પરિણામ હશે તેને લઇ ચર્ચાઓએ વેગ પકડ્યુ
ત્યારે આ વર્ષ 2022ની ચૂંટણીમાં મહિલા, પુરુષ મતદારો કેટલું અને કેવું જોર અજમાવે છે તેના પર ઉમેદવારોનું ભાવિ નક્કિ થશે. વિધાનસભાની ચૂંટણી સમયે તમામ રાજકીય પાર્ટીઓ મતદાન વધુ થાય અને તેમની પાર્ટી વિજય યથાય તે માટે એડીચોટીનુ જોર લગાવે છે ત્યારે આ વર્ષે વિધાનસભાની ચૂંટણીનુ શું પરિણામ શું હશે તેને લઇ ચર્ચાઓએ વેગ પકડ્યુ છે.
મહિલા મતદાનનો રેશિયો વર્ષ 2012 અને 2017 (ટકાવારીમાં) | |||
જિલ્લો: બનાસકાંઠા | |||
બેઠક | 2012 | 2017 | વધ-ઘટ |
વાવ | 74. 95 | 78. 20 | + 3. 25 |
થરાદ | 82. 75 | 84. 10 | + 1. 35 |
ધાનેરા | 72. 83 | 72. 87 | + 0. 04 |
દાંતા | 71. 83 | 71. 17 | - 0. 66 |
વડગામ | 70. 01 | 69. 77 | - 0. 24 |
પાલનપુર | 67. 85 | 66. 63 | - 1. 22 |
ડીસા | 64. 31 | 67. 30 | + 2. 99 |
દિયોદર | 77. 64 | 72. 75 | - 4. 89 |
કાંકરેજ | 66. 60 | 72. 23 | + 5. 63 |
કુલ | 71. 72 | 72. 55 | - 0. 83 |
જિલ્લો : પાટણ | |||
બેઠક | 2012 | 2017 | વધ-ઘટ |
રાધનપુર | 65. 72 | 64. 84 | - 0. 88 |
ચાણસ્મા | 67. 82 | 66. 45 | - 1. 37 |
પાટણ | 67. 32 | 66. 59 | - 0. 73 |
સિધ્ધપુર | 77. 04 | 69. 75 | - 7. 29 |
કુલ | 67. 35 | 66. 85 | |
જિલ્લો : મહેસાણા | |||
બેઠક | 2012 | 2017 | વધ-ઘટ |
ખેરાલુ | 68. 02 | 69. 21 | + 1. 19 |
ઊંઝા | 68. 48 | 69. 69 | + 1. 21 |
વિસનગર | 72. 57 | 71. 60 | - 0. 97 |
બહુચરાજી | 73. 01 | 67. 26 | - 5. 75 |
કડી | 74. 71 | 71. 11 | - 3. 6 |
મહેસાણા | 72. 87 | 67. 71 | - 5. 16 |
વિજાપુર | 73. 73 | 69. 44 | - 4. 29 |
કુલ | 72. 04 | 69. 40 | - 2. 64 |
જિલ્લો : સાબરકાંઠા | |||
બેઠક | 2012 | 2017 | વધ-ઘટ |
હિંમતનગર | 77. 43 | 73. 43 | -4 |
ઇડર | 76. 81 | 73. 00 | - 3. 81 |
ખેડભ્રહ્મા | 73. 42 | 74. 27 | + 0. 85 |
પ્રાંતિજ | 71. 27 | 70. 69 | - 0. 58 |
જિલ્લો : અરવલ્લી | |||
મોડાસા | 73. 28 | 67. 25 | - 5. 87 |
બાયડ | 74. 06 | 67. 25 | - 6. 81 |
ભિલોડા | 72. 26 | 67. 41 | - 4. 85 |
કુલ | 74. 10 | 70. 47 | - 3. 63 |
પુરુષ મતદાનનો રેશિયો વર્ષ 2012 અને 2017 (ટકાવારીમાં)
જિલ્લો : બનાસકાંઠા | |||
બેઠક | 2012 | 2017 | વધ-ઘટ |
વાવ | 78. 82 | 83. 09 | + 4. 27 |
થરાદ | 86. 93 | 86. 80 | - 0. 13 |
ધાનેરા | 79. 73 | 77. 62 | - 2. 11 |
દાંતા | 76. 74 | 76. 11 | - 0. 63 |
વડગામ | 72. 63 | 72. 70 | + 0. 07 |
પાલનપુર | 72. 31 | 71. 18 | - 1. 13 |
ડીસા | 74. 71 | 74. 54 | - 0. 17 |
દિયોદર | 85. 25 | 80. 38 | - 4. 87 |
કાંકરેજ | 75. 59 | 78. 46 | + 2. 87 |
કુલ | 77. 82 | 77. 72 | - 0. 10 |
જિલ્લો : પાટણ | |||
બેઠક | 2012 | 2017 | વધ-ઘટ |
રાધનપુર | 70. 41 | 70. 96 | + 0. 25 |
ચાણસ્મા | 70. 76 | 69. 70 | - 1. 06 |
પાટણ | 71. 77 | 71. 03 | - 0. 74 |
સિધ્ધપુર | 76. 87 | 71. 03 | - 5. 84 |
કુલ | 72. 82 | 70. 67 | - 2. 2 |
જિલ્લો : મહેસાણા | |||
બેઠક | 2012 | 2017 | વધ-ઘટ |
ખેરાલુ | 72. 98 | 73. 34 | +0.36 |
ઊંઝા | 70. 09 | 72. 48 | +2.39 |
વિસનગર | 75. 09 | 75. 60 | +0.51 |
બહુચરાજી | 76. 25 | 72. 74 | - 3. 51 |
કડી | 79. 19 | 77. 05 | - 2. 14 |
મહેસાણા | 75. 48 | 72. 10 | - 3. 38 |
વિજાપુર | 75. 86 | 73. 12 | - 2. 74 |
કુલ | 75.13 | 73. 81 | - 1. 32 |
જિલ્લો : સાબરકાંઠા | |||
બેઠક | 2012 | 2017 | વધ-ઘટ |
હિંમતનગર | 80. 00 | 78. 31 | - 1. 69 |
ઇડર | 79. 11 | 76. 40 | - 2. 71 |
ખેડભ્રહ્મા | 76. 78 | 76. 62 | - 0. 16 |
પ્રાંતિજ | 76. 68 | 76. 51 | - 0. 17 |
કુલ | 78. 14 | 76. 96 | - 1. 18 |
જિલ્લો : અરવલ્લી | |||
મોડાસા | 76. 82 | 72. 59 | - 4. 23 |
બાયડ | 77. 41 | 72. 10 | - 5. 31 |
ભિલોડા | 72. 56 | 69. 23 | - 3. 33 |
કુલ | 75. 59 | 71. 30 | -4. 29 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.