તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલાૅકનો ફાયદો અર્થતંત્ર પર:ઉત્તર ગુજરાતમાં કોરોનાકાળમાં પણ જીએસટી-વેટની આવક રૂ.115 ટકા વધી 950 કરોડના લક્ષાંક સામે રૂ.142 કરોડ વધીને રૂ.1092 કરોડ થઇ

મહેસાણા3 મહિનો પહેલાલેખક: બ્રિજેશ પટેલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • કોરોનાની બીજીલહેરમાં અનલાૅકનો સીધો ફાયદો અર્થતંત્ર પર દેખાયો
  • મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2019-20માં રૂ.1196.38 કરોડ અને વર્ષ 2020-21માં રૂ.1092 કરોડ આવક થઇ
  • બીજી લહેર દરમિયાન GST કરદાતાની સંખ્યામાં 7929નો વધારો થયો : વર્ષ 2019-20માં 45393 હતા, 2020-21માં 53322 થયા

ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કોરોનાકાળ છતાં વર્ષ 2020-21માં જીએસટીની આવકમાં ટાર્ગેટ કરતાં રૂ.142 કરોડ વધુ આવક થઇ છે. આ વર્ષમાં રાજ્ય વેરા કમિશ્નર મહેસાણા વિભાગ-4ના રૂ.950 કરોડના લક્ષાંક સામે રૂ.1092 કરોડની આવક નોંધાઇ છે. વર્ષ 2020-21ની શરૂઆતમાં કોરોના લોકડાઉનમાં અર્થતંત્રનું સાવ ધીમું પડેલું એન્જિન કોરોનાની બીજી લહેરમાં અનલોક રહેતાં ધીમે ધીમે પણ ગતિ પકડી હતી, જેને લઇ આખા વર્ષમાં જીએસટી-વેટની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

જોકે, વર્ષ 2019ની શરૂ કોરોનાની અસર નહોતી એટલે તેની તુલનાએ વર્ષ 2020-21માં કલેકશન રૂ.104 કરોડ ઓછું છે. વર્ષ 2019-20માં રૂ.1196.38 કરોડ આવક નોંધાઇ હતી. બીજી લહેરમાં લોકડાઉન લાગુ ન થવું અને ઇન્ડસ્ટ્રીઝ સહિત વિવિધ પ્રોડક્ટોના સપ્લાયમાં વેપાર-ધંધામાં ખરીદ-વેચાણ ચાલુ રહેતાં જીએસટીની આવક વધી છે.

બજારમાં તેજી : ઓટોમોબાઇલ, ડેરી અને એગ્રી પ્રોડક્ટ તેમજ કેમિકલ ક્ષેત્રમાં સૌથી વધુ જીએસટી કલેકશન
ઓટોમોબાઇલ જીએસટી દર 28 ટકા આસપાસ હોઇ કલેકશન વધ્યું

ઉત્તર ગુજરાત ઓટોપાર્ટસ, ઓટો પ્રોડક્ટ્સ અને ઓટો સર્વિસ, ડેરી પ્રોડક્ટોમાં ઘી, બટર સહિત દૂધ બનાવટોની ચીજવસ્તુઓ તેમજ એગ્રીપ્રોડક્ટમાં કપાસ, તેલીબિયાં, એરંડાનું હબ છે. આ ત્રણે સેક્ટરમાંથી જીએસટીનું સૌથી વધુ કલેકશન રહ્યું છે. ખેડૂતોના કાચા માલના વેચાણ પછી તેલીબિયાં ખેતી પ્રોડક્ટમાં 5 ટકા જીએસટી, ડેરી પ્રોડક્ટમાં 5 થી 12 ટકા અને ઓટોમોબાઇલના વિવિધ સેક્ટરમાં જીએસટી દર 28 ટકા આસપાસ હોઇ કલેકશન વધુ થયું છે. ઉપરાંત, કેમિકલ સહિત ઇન્ડસ્ટ્રીઝમાં સાધનો પર જીએસટીમાં આવક વધી છે.

પેટ્રોલ-ડીઝલ પર વેટની સૌથી વધુ આવક બનાસકાંઠા જિલ્લામાં થઇ
પેટ્રોલ, ડીઝલ, સીએનજી પર વેટ લાગુ છે. જેમાં આ ત્રણ જિલ્લામાં સૌથી વધુ બનાસકાંઠામાં વર્ષ 2019-20માં રૂ.47.91 કરોડ આવક થઇ હતી, જ્યારે વર્ષ 2020-21માં રૂ.46.78 કરોડ થઇ છે. મહેસાણા જિલ્લામાં વર્ષ 2019-20માં વેટમાં રૂ.53.98 કરોડ આવક થઇ હતી, જે રૂ.6 કરોડ ઘટીને વર્ષ 2020-21માં રૂ.46.5 કરોડ થઇ છે. પાટણ જિલ્લામાં પણ આ બે વર્ષની તુલનામાં વેટની આવક રૂ.6 કરોડ ઓછી રહી છે. જોકે પેટ્રોલ-ડીઝલમાં વેટ દર ત્રણેક મહિને વધ-ઘટ થતાં રહેતાં હોઇ તેની અસર હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

વર્ષ 2019-20માં આવક (કરોડ રૂ.)

જિલ્લોજીએસટીવેટકુલ
મહેસાણા685.0253.98739
બનાસકાંઠા287.9547.91335.86
પાટણ100.1221.4121.52
કુલ1073.09123.291196.38

વર્ષ 2020-21માં આવક (કરોડ રૂ.)

જિલ્લોજીએસટીવેટકુલ
મહેસાણા620.9146.05666.96
બનાસકાંઠા278.3446.78325.12
પાટણ84.5215.56100.08
કુલ983.77108.391092.16

​​​​​​​

આગામી વર્ષે હજુ જીએસટી કલેક્શનમાં 20 ટકા ગ્રોથ થશે
જીએસટીમાં હાલના કલેક્શન કરતાં વર્ષ 2021-22માં વધુ ગ્રોથ આવશે. રિયલ એસ્ટેટમાં બાંધકામો અનલોકમાં શરૂ થયાં છે. લોખંડ, સિમેન્ટ સહિત અન્ય કેટલાક ક્ષેત્રોમાં ચીજવસ્તુઓના ભાવ કેટલાક અંશે વધ્યા છે. આવી ચીજ વસ્તુઓના વધતા વપરાશમાં જીએસટી કલેક્શન વધશે. આગામી વર્ષે જીએસટી આવકમાં 20 ટકાનો ગ્રોથ થશે. જ્યારે કુલ મળીને હવે ઇ-વે બિલની પદ્ધતિમાં અન્ય છટકબારીઓ બંધ થઇ છે, આ બધા સમીકરણોમાં જીએસટીમાં સરકારી આવક વધશે. > કિરીટ પટેલ, જીએસટી ટેક્ષ પ્રેક્ટીશનર મહેસાણા

અન્ય સમાચારો પણ છે...