તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત 1.4 ડિગ્રી ઠંડી:ઉત્તર ગુજરાતમાં ગત વર્ષ કરતાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દિવસ 3.5 ડિગ્રી વધુ ગરમ રહ્યો

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિયાળુ પવનની બદલાતી દિશાને કારણે દિવસે બેવડો અનુભવ
 • મહેસાણામાં લઘુતમ તાપમાન પોણો ડિગ્રી વધી 16 નોંધાયું, ડીસામાં 15.08 ડિગ્રી

ઉત્તર ગુજરાતમાં ગત વર્ષના ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં દિવસનું તાપમાન 28.4 થી 31.8 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જ્યારે રાત્રીનું તાપમાન 14.8 થી 18.6 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. તેની સરખામણીએ ચાલુ સાલના પ્રથમ સપ્તાહના અંતે દિવસનું તાપમાન 33.2 થી 35.1 ડિગ્રીની વચ્ચે, જ્યારે રાત્રીનું તાપમાન 15.2 થી 15.8 ડિગ્રીની વચ્ચે રહ્યું છે.

દિવસના સૌથી ઊંચા અને રાત્રીના સૌથી નીચા તાપમાનની ગત વર્ષના ડિસેમ્બરના પ્રથમ સપ્તાહની સરખામણીએ ચાલુ સપ્તાહમાં દિવસનું તાપમાન 3.5 ડિગ્રી વધુ રહ્યું છે. જ્યારે રાત્રીનું તાપમાન 1.4 ડિગ્રી નીચું રહ્યું છે. તાપમાનની આ સ્થિતિના કારણે પ્રથમ સપ્તાહમાં દિવસે સામાન્ય ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થયો હતો. મુખ્ય 5 શહેરોનું તાપમાન જોઇએ તો, મહેસાણા 16.0 (+0.7), પાટણ 15.9 (+0.1), ડીસા 15.8, ઇડર 16.0 (+0.1) અને મોડાસામાં 15.9 (+0.7) ડિગ્રી નોંધાયું હતું.

આ કારણથી ઠંડી અને ગરમી બંને અનુભવાય છે
સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાતો હોય છે. પરંતુ ચાલુ સપ્તાહે મોટાભાગે પૂર્વથી દક્ષિણ દિશાનો પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે સામાન્ય ગરમી પણ અનુભવાઇ રહી છે. જોકે, મોડી સાંજ બાદ ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાતો મોડી સાંજથી વહેલી સવાર વચ્ચે ઠંડીનું તાપમાન જળવાઇ રહેતાં ઠંડી અનુભવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો