ચૂંટણી:ઉત્તર ગુજરાતમાં 2 બેઠક અપક્ષે આંચકી લેતાં ભાજપની 5 વધી અને કોંગ્રેસની 6 ઘટી

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 ટર્મથી કોંગ્રેસની દબદબાવાળી બાયડ-ધાનેરા બેઠક અપક્ષના હાથમાં આવી

ઉત્તર ગુજરાતની 27 પૈકી 17 બેઠક ભાજપ, 8 બેઠક કોંગ્રેસ અને 2 બેઠક અપક્ષે જીતી છે. 2017ની સરખામણી કોંગ્રેસએ 6 બેઠક ગુમાવી છે. ભાજપે 5 બેઠકો વધુ મેળવી છે. 2007માં ભાજપનો 22 બેઠકનો રેકોર્ડ અકબંધ રહ્યો છે. મહેસાણાની 7 બેઠકમાં ભાજપે ગત ટર્મની બહુચરાજી બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી છે. જ્યારે કોંગ્રસે વિજાપુર બેઠક છીનવવામાં સફળતા મળી છે. પાટણની 4 બેઠકમાં ભાજપ ગત ટર્મની એક માત્ર ચાણસ્મા બેઠક કોંગ્રેસએ મેળવી છે. તેમજ પાટણ બેઠક કોંગ્રેસએ જાળવી રાખી છે. તેની સામે ભાજપે કોંગ્રેસની રાધનપુર અને સિધ્ધપુર બેઠક પર જીત મેળવી છે.

બનાસકાંઠાની 9 પૈકી કોંગ્રેસે પોતાની વાવ, દાંતા, વડગામ જાળવી રાખવાની સાથે ભાજપની કાંકરેજ બેઠક પર જીત મેળવી છે. જ્યારે ભાજપે પોતાની ડીસા અને થરાદ બેઠકને જાળવી રાખવાની સાથે કોંગ્રેસની પાલનપુર અને દિયોદર બેઠક પર જીત મેળવી છે. સાબરકાંઠાની 4 પૈકી ભાજપે હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ બેઠક, જ્યારે કોંગ્રેસ ખેડબ્રહ્મા બેઠક જાળવી રાખી છે. જ્યારે અરવલ્લીની 3 પૈકી કોંગ્રેસની પરંપરાગત ભિલોડા બેઠકને ભાજપે આંચકી લેવાની સાથે મોડાસા બેઠક પર 2 ટર્મ બાદ ફરી જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, 2 ટર્મથી કોંગ્રેસની દબદબા વાળી બાયડ અને ધાનેરા બેઠક અપક્ષના હાથમાં આવી છે.

5 ટર્મમાં ઉ.ગુ.ની બેઠકોની સ્થિતિ

ઉ.ગુ.ભાજપકોંગ્રેસઅપક્ષ
200215101
20072240
201213140
201712141
20221782
અન્ય સમાચારો પણ છે...