ગરમીનો ઉકળાટ:ઉત્તર ગુજરાતમાં 5 દિવસ બાદ ગરમી વધી, મહેસાણામાં 2 ડિગ્રી તાપમાન જ્યારે ખેડબ્રહ્માપંથકમાં ઝાપટું

મહેસાણા, હિમતનગર, પાટણસ પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી અસહ્ય ઉકળાટના કહેર બાદ શુક્રવારે ગરમીમાં અચાનક 2 ડિગ્રી સુધીનો વધારો થયો હતો. જેને લઇ દિવસભર અસહ્ય ઉકળાટ સાથે દેહદઝાડતી ગરમીનો કહેર વરસ્યો હતો. મહેસાણામાં 40.3, ઇડર અને પાટણમાં 40.5, ડીસા 40.6, ઇડર 40.5 અને મોડાસામાં 39.4 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

દિવસભરના ઉકળાટ અને ગરમી બાદ સાંજના 5 વાગે ખેડબ્રહ્મા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક ચડી આવેલા વાદળો ખેડબ્રહ્માના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાટડી, મટોડા સહિતના ગામોમાં દસેક મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો. શનિવારે ઉ.ગુ.ના વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...