વાવેતર:ઉત્તર ગુજરાતમાં રાયડાના વાવેતરની પૂર્ણાહુતિ વચ્ચે શિયાળુ સિઝનનું 43.22 % વાવેતર થયું

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં 30.68% અને પાટણમાં 33.38% વાવેતર થયું

ઉત્તર ગુજરાતની 10.85 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ સિઝનના વાવેતરના અંદાજ સામે અત્યાર સુધીમાં 4.71 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થઇ ચૂક્યું છે. 43.22% વાવેતર વચ્ચે 1,95,796 હેક્ટરમાં રાઇનું વાવેતર પૂર્ણ થયું છે. મહેસાણા જિલ્લામાં 172901ના લક્ષાંક સામે 53050 હેક્ટરમાં વાવેતર થયું છે. જે કુલ વાવેતરના 30.68% થાય છે.

ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં 4.71 લાખ હેક્ટર જમીનમાં થયેલા વાવેતરની પાક પ્રમાણે સ્થિતિ જોઇએ તો, રાઇનું 195796, ઘાસચારાનું 100898, બટાટાનું 54678, ઘઉંનું 42414, ચણાનું 25763, જીરાનું 18386, શાકભાજીનું 10635, અજમાનું 6224, તમાકુનું 4324, વરિયાળીનું 3910, મકાઇનું 3606, સવાનું 2151, ગાજરનું 360, ઇસબગુલનું 309, ડુંગળીનું 288, ધાણાનું 193, મેથીનું 190, તાંદરજાનું 189, લસણનું 186 અને અન્ય પાકનું 659 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.

બીજી બાજુ, કૃષિ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ગત સપ્તાહે થયેલા માવઠાંના કારણે તાપમાનમાં ફેરફાર થતાં વાવેતરને બ્રેક લાગી છે. જોકે, હવે વાતાવરણ ફરી સામાન્ય બનતાં ખેડૂતો ફરી વાવેતરની કામગીરીમાં લાગશે.

ઉ.ગુ.માં વાવેતરની છેલ્લી સ્થિતિ

જિલ્લોઅનુમાન (હેક્ટરમાં)થયેલ વાવણી (હેક્ટરમાં)ટકાવારી
મહેસાણા1729015305030.68%
પાટણ1771155913133.38%
બનાસકાંઠા48276029400960.90%
સાબરકાંઠા1277133149524.66%
અરવલ્લી1245773346426.86%
કુલ108506647114943.42%
અન્ય સમાચારો પણ છે...