• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In North Gujarat, 25 Per Cent Of The Total Population Was Vaccinated, With 19% Receiving The First Dose And 6% Receiving Both Doses

વિશ્લેષણ:ઉત્તર ગુજરાતમાં કુલ વસતીના 25 ટકા રસીકરણ થયું, જેમાં 19% લોકોને પ્રથમ, 6%ને બંને ડોઝ મળ્યા

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણા સિવિલમાં 18+ યુવાનો વેક્સિન લેવા 2 કલાક પહેલાં લાઈનમાં ઊભા રહી જાય છે. - Divya Bhaskar
મહેસાણા સિવિલમાં 18+ યુવાનો વેક્સિન લેવા 2 કલાક પહેલાં લાઈનમાં ઊભા રહી જાય છે.
  • 18-44ના 2.35 લાખ, 45-60ના 9.22 લાખ અને 60+ના 7.36 લાખ લોકોએ રસી લીધી

ઉત્તર ગુજરાતમાં 29 મે સુધીમાં 24.95 લાખ લોકોનું રસીકરણ થયું છે. જે કુલ વસતીના 25 ટકા જેટલું થાય છે. જેમાં 18.97 લાખ લોકોને પ્રથમ અને 5.97 લાખ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. એટલે કે 19 ટકા વસતીને પ્રથમ અને 6 ટકા વસતીને બંને ડોઝ મળી ચૂક્યા છે.

પોપ્યુલેશન પ્રોજેક્શનના અંદાજ મુજબ 2021માં ઉત્તર ગુજરાતની કુલ વસતી એક કરોડ જેટલી થઈ હશે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી થયેલા રસીકરણમાં 76 ટકા લોકોએ પ્રથમ અને 24 ટકા લોકોએ બંને ડૉઝ લઈ લીધા છે. વયજૂથ પ્રમાણે જોઈએ તો, 18 થી 44ના 2.35 લાખ લોકોએ, 45 થી 60ના 9.22 લાખ લોકોએ અને 60થી વધુના 7.36 લાખ લોકોએ રસી લીધી છે.

ઉ.ગુ.માં રસીકરણની દ્રષ્ટિએ જોઈએ તો, સૌથી વધુ રસીકરણ બનાસકાંઠામાં થયું છે, અહીં 8.36 લાખ લોકોએ રસી લીધી છે. બીજા ક્રમે મહેસાણા જિલ્લામાં 6.23 લાખ, ત્યાર પછી સાબરકાંઠામાં 4.10 લાખ, અરવલ્લીમાં 3.42 લાખ અને પાટણ જિલ્લામાં 2.84 લાખ લોકોએ રસી મુકાવી છે.પ્રથમ ડોઝ લેવામાં પણ બનાસકાંઠા અગ્રેસર છે. અહીં 6.74 લાખ લોકોએ પ્રથમ ડૉઝ લઈ લીધો છે. મહેસાણા જિલ્લામાં 4.68 લાખ, સાબરકાંઠામાં 2.98 લાખ, અરવલ્લીમાં 2.44 લાખ અને પાટણ જિલ્લામાં 2.11 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. એ જ પ્રમાણે બીજો ડોઝ લેનારની સંખ્યા જોઈએ તો બનાસકાંઠામાં 1.61 લાખ, મહેસાણામાં 1.54 લાખ, સાબરકાંઠામાં 1.12 લાખ, અરવલ્લીમાં 97 હજાર અને પાટણ જિલ્લામાં 72 હજારથી વધુ લોકોનો સમાવેશ થાય છે.

રસીકરણમાં ઉ.ગુજરાત, મહેસાણા બીજા ક્રમે

જિલ્લોવસતીપહેલો ડૉઝટકાબીજો ડૉઝટકા
મહેસાણા23 લાખ4.68 લાખ20.371.54 લાખ6.7
પાટણ15 લાખ2.11 લાખ14.1272 હજાર4.88
બનાસકાંઠા35 લાખ6.74 લાખ19.271.61 લાખ6.61
સાબરકાંઠા16 લાખ2.98 લાખ18.641.11 લાખ6.99
અરવલ્લી11 લાખ2.44 લાખ22.2197,0008.89
કુલએક કરોડ18.97 લાખ18.975.97 લાખ5.97

18 થી 44 માં માત્ર 3 ટકા રસીકરણ
8 થી 44 વય જૂથમાં 2.35 લાખ લોકોએ રસી લીધી. જેમાં મહેસાણા જિલ્લામાં એક લાખ, બનાસકાંઠામાં 51 હજાર, સાબરકાંઠામાં 32 હજાર, પાટણમાં 29 હજાર અને અરવલ્લી જિલ્લામાં 21,600 લોકોનો સમાવેશ થાય છે.

45 થી 60 માં 9.22 ટકાએ રસી લીધી
45 થી 60 વયજૂથમાં 9.20 લાખ લોકોએ રસી મુકાવી. જેમાં બનાસકાંઠામાં 3.85 લાખ, મહેસાણામાં 1.88 લાખ, સાબરકાંઠામાં 1.41 લાખ, અરવલ્લીમાં 1.10 લાખ તેમજ પાટણ જિલ્લામાં 96 હજાર લોકોનો સમાવેશ થાય છે.

60+ માં 7.36 ટકા લોકોએ રસી મૂકાવી
60 થી વધુ વય જૂથમાં 7.36 ટકા લોકોનું રસીકરણ થયું છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 2.37 લાખ, મહેસાણામાં 1.79 લાખ, સાબરકાંઠામાં 1.24 લાખ, અરવલ્લીમાં 1.12 લાખ અને પાટણમાં 85 હજાર લોકોએ રસી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...