તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોનો તરખાટ:નંદાસણમાં પરિવાર ધાબા પર સૂતો રહ્યો અને ઓશિકા નીચે મુકેલી ચાવી લઇ ચોરો ઘરમાં હાથ સાફ કર્યો

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિજોરીમાં મુકેલા દાગીના અને દુકાનનો વકરો લઇ ચોરો ફરાર
  • સીસીટીવીમાં બે ઈસમો ધોકા અને માસ્ક બાંધેલા નજરે પડ્યા

મહેસાણા જિલ્લામાં તસ્કરોનો તરખાટ દિવસે દિવસે વધી રહ્યો છે. ચોરોને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. ઉનાળાના સમયમાં લોકો ગરમીના કારણે પોતાના ઘરની બહાર અથવા ધાબા પર સુતા હોય છે ત્યારે તસ્કરો આવા સમયનો લાભ ઉઠાવી રાત્રી દરમિયાન મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા હોય છે. ત્યારે કડીના નંદાસણમાં એક પરિવાર ધાબા પર સૂતો રહ્યોને ચોરો નીચે મકાનમાં ટાળતોડી ચોરી કરી ફરાર થયા છે.

નંદાસણના ઉમાનગરમાં પાણીની ટાંકીની પાસે રહેતા વેપારીના મકાનમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં ફૂટવેરનો વેપાર કરનાર વેપારી પોતાની દુકાન બંધ કરી ઘરે આવ્યા હતા. ત્યારબાદ રાત્રી દરમિયાન પરિવાર સાથે ધાબા પર સુવા ગયા હતા. મકાનના નીચેના દરવાજાઓ અને જાળીને લોક મારી વેપારીએ ચાવી પોતાના ઓશિકા નીચે મૂકી સુઈ ગયા હતા. એ દરમિયાન જે બાદ સવારે 06 વાગ્યે પરિવાર ઉઠતા વહેપારી એ ઓશિકા નીચે મુકેલ ચાવી ના મળતા આજુબાજુ માં તપાસ કરી હતી.

પરિવાર નીચે પોતાના ઘરે જતા ઘર ના દરવાજા ના તાળા તૂટેલા જોતા ચોકી ઉઠ્યા હતા તેમજ તેમજ ચોરોએ ચાવી વડે તાળું ખોલી ચાવી અને તાળું વોસિંગ મસિંગ પર મૂકેલ તેમજ ઘરના રૂમમાં પડેલો સમાન પણ અસ્તવ્યસ્ત પડેલો જોવા મળ્યો હતો તેમજ ઘરમાં કબાટમાં મુકેલા ગાદલા પણ ફેંકી દેવામાં આવ્યા હતા. પરિવારે ઘરમાં પડેલી તિજોરીમાં જોતા તિજોરીમાં મુકેલા ચાંદીના દાગીના અને અને પિતળનો ડબ્બો જેમાં દાગીના મુકેલા હતા એ ચોરાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.

ચોરો તિજોરીમાંથી દાગીના, પગની સેરો, બાળકોના હાથમાં પહેરવાના નાના કડલા, પગની સેરો, 03 વીંટી, કંદોરો તેમજ જુડો જેની કિંમત રૂ 22 હજારના દાગીના અને દુકાનથી લાવેલા 22 હજાર રોકડ રકમ જે પર્સમાં મૂકી હતી એ પણ ચોરો લઇ રફુચકર થઈ ગયા હતા.

ચોરી થયા બાદ પરિવારે દિવસ આજુબાજુમાં શોધખોળ કરી હતી ત્યારબાદ ઉમાનગરમાં આવેલા મેલડી માતાના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરતા રાત્રીના 02 વાગ્યા દરમિયાન ઈસમો હાથમાં ધોકા અને મોઢે માસ્ક તેમજ હાથમાં ચપ્પલ લઈને જતા ફરતા સીસીટીવીમાં કેદ થયા હતા. જેથી વહેપારીએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે કુલ રૂ 44 હજારના મુદ્દામાલ ચોરી કરી ગયાન

અન્ય સમાચારો પણ છે...