તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નગરાસણ ગામે ઉધાર આપેલા સામાનના નાણાં માંગી દુકાનદારનો ગ્રાહક પર હુમલો

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી દંપતીએ કરેલા હુમલામાં ગ્રાહક, તેની માતા અને ભાઇને ઇજા
  • નાનીકડીમાં લીમડાનાં ડાળાં કાપવા બાબતે ત્રણનો ખેડૂત પર હુમલો

કડી તાલુકાના નગરાસણ ગામે દુકાનમાંથી ઉધારમાં કરેલી ખરીદીના નાણાંની ઉઘરાણી કરી વેપારી અને તેમની પત્નીએ ગ્રાહક સહિત જણા પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. નાનીકડીમાં શેઢા ઉપર લીમડાના ઝાડનાં ડાળાં કાપવા મુદ્દે હુમલો કરનારા 3 સામે ગુનો નોંધાયો હતો.

નગરાસણના વણકર ભરતભાઇ ગાભાભાઇ કરિયાણાની દુકાનેથી પોપટભાઇ પરમારે ઉધારમાં ખરીદી કરેલી તેનાં નાણાં ચાર-પાંચ દિવસ પછી આપવાનું કહેતાં ભરતભાઇએ પૈસા તો આજે જ આપવા જ પડશે તેમ કહી બોલાચાલી કરી હતી. આથી પોપટભાઇ ઘરે જતાં તેમની પાછળ આવેલા ભરતભાઇ અને તેમની પત્ની રિન્કુબેને પાઇપ અને ધોકા વડે હુમલો કરતાં પોપટભાઇને માથામાં 4 ટાંકા આવ્યા હતા, તેમની માતા શકરીબેનને હાથની આંગળીએ અને ભાઇ ગૌતમભાઇને પાંસળીમાં ફ્રેક્ચર થયું હતું. ઇજાગ્રસ્ત પોપટભાઇ પરમારે દુકાનદાર ભરતભાઇ ગાભાભાઇ વણકર અને તેમની પત્ની ટીન્કુબેન વિરુદ્ધ કડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

નાનીકડીમાં કુંજવિહારમાં રહેતા જગજીવનભાઇ પ્રહલાદભાઇ પટેલ અને ગામના જ્યંતીભાઇ ધનાભાઇ પટેલના ખેતરો એકબીજાની નજીક છે. જયંતીભાઇએ શેઢા પર લીમડાના ઝાડના ડાળાં તારા ખેતરની બાજુમાં કેમ કાપી નાખે છે તેમ કહેતાં જગજીવનભાઇએ તેને હું મારા ખેતરની બાજુમાં ડાળા કાપું છું તેમ કહેતાં થયેલા ઝઘડામાં 3 જણાએ ઇંટોના રોડા તેમજ ઢીંચણ ઉપર ધોકો મારી ફેક્ચર કર્યું હતું. જગજીવનભાઇ પટેલે હુમલો કરનારા જયંતી ધનાભાઇ પટેલ, વિનોદ ધનાભાઇ પટેલ અને વિપુલ વિનોદભાઇ પટેલ સામે કડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...