રજૂઆત:નાગલપુરમાં ગૌચરના રિસર્વેમાં 9 વીઘાની જગ્યા 20 થયાનો ગોટાળો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂના અને નવા માપની ખાત્રી કરવા લેન્ડ રેર્કડ અધિકારીને રજૂઆત

નાગલપુર ગામના જૂના સર્વે નંબરો 661 પૈકી તથા 662નો હાલમાં નવીન સર્વે નંબર 640 કરાયો છે. આ જૂના અને નવા સર્વે નંબરોના માપમાં ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ કે શરતચૂક જણાઇ આવતી હોઇ 9 વીઘા જગ્યા 20 વીઘા 7-12ના ઉતારામાં દર્શાવાઇ રહી છે. નાગલપુર ગામતળાવ ઓવરફ્લો થાય તો વહોળામાંથી પાણીનો નિકાલ થતો હોય છે. ત્યારે આ માપ બદલાતાં પાણીનો વહોળો બંધ થઇ જાય તો ભવિષ્યમાં નાગલપુર વિસ્તારને વરસાદી પાણીનો મોટો પ્રશ્ન ઉભો થઇ શકે તેમ હોઇ સત્વરે જૂના અને નવા માપની ખાત્રી કરવા નગરપાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇ દ્વારા મહેસાણા જિલ્લા લેન્ડ રેકર્ડ અધિકારીને લેખિત રજૂઆત કરાઇ છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, નાગલપુર કબ્રસ્તાન ઉપયોગ માટેની જગ્યાનો પણ આ સર્વે નંબરમાં સમાવેશ થાય છે. આખા સર્વે નંબરની જગ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની કામગીરી માટે ફાળવવા તજવીજ કરાઇ છે. જેમાં નાગલપુર ગામના જૂના સર્વે નંબરો 661 પૈકી તથા 662નો જે હાલમાં નવીન સર્વે નંબર 640 કરાયો છે. આ જૂના અને નવા માપમાં મોટો ગોટાળો થયો છે. આ બે સર્વે નંબરના જૂના અને નવા માપની ખાત્રી કરી જેમ હતા તેમ સુધારો કરવા માંગ છે.

આ અંગે મહેસાણા નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, આખા સર્વે નંબર પૈકી જ્યાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો છે તે જગ્યાએ માત્ર વાવડીનાં દબાણો છે, બીજો કોઈ ઈસ્યુ હાલ ધ્યાનમાં આવેલો નથી.

અન્ય સમાચારો પણ છે...