તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોપા વિતરણ:ચોમાસામાં મહેસાણા જિલ્લા વનવિભાગ 1800 હેક્ટર જમીનને વન બનાવી શકે એટલા રોપા વિતરણ કરશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગે જિલ્લાની 14 નર્સરીઓમાં 19.80 લાખ રોપા તૈયાર કર્યા
  • મહેસાણાની નર્સરીમાં 5.97 લાખ, વિજાપુર અને ખેરાલુમાં 2.73 લાખ રોપાનો ઉછેર

મહેસાણા જિલ્લા વનવિભાગ દ્વારા જિલ્લાના 10 તાલુકાની 14 નર્સરીઓમાં ચોમાસુ સિઝનમાં વૃક્ષારોપણ માટે 19.80 લાખ રોપા તૈયાર કર્યા છે. આ રોપાને વાવણીલાયક બનાવવા વન વિભાગને 12 મહિના જેટલો સમય લાગ્યો છે. એટલે કે, ચાલુ સોમાસામાં વૃક્ષારોપણ માટે જે રોપા તૈયાર કરાયા છે તેની તૈયારી ગત જૂન-2020થી શરૂ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, પ્રતિ હેક્ટર જમીનમાં 1100 વૃક્ષો ઉછેરી શકાય તે રેશિયા પ્રમાણે વન વિભાગે ચાલુ સિઝનમાં જે 19.80 લાખ રોપાનું વિતરણ બાદ કાળજીપૂર્વક ઉછેર કરવામાં આવે તો જિલ્લાની 1800 હેક્ટર જમીનને વન બનાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...