તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાથાપાઈ:મોઢેરામાં ખેત મજૂરી કરવા બાબતે મજુરે ખેડૂત પર કોદાળી મારી હુમલો કર્યો

મહેસાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે મહેસાણા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો - Divya Bhaskar
ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે મહેસાણા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
 • આ હુમલામાં ખેડૂતને માથાના અને ખભાના ભાગે ઈજા પહોંચતા 4થી 5 ટાંકા આવ્યા
 • પોલીસે હુમલો કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મહેસાણાના મોઢેરામાં ખેડૂત પર સામાન્ય બાબતે હુમલાની ઘટના સામે આવી છે. મોઢેરાના પથુપુરાવાસમાં રહેતાં લીલાજી ઠાકોર બુધવારે બપોરે મોઢેરાથી સમલાયાપુરા જવાના રોડ પર બાબુ પટેલના ખેતરમાં રાયડાનું હલર લઇને પહોંચ્યાં હતા. આ સમય દરમિયાન ત્યાં હલર કાઢવાનું કામ ચાલી રહ્યું હતું.

તેવામાં 3 વાગે ગામનો ભાવેશ નામનો શખ્સ મજૂરી કરવાની છે એમ કહીને બાબુભાઇના ખેતરમાં આવ્યો હતો. તેણે ગુસ્સામાં આવીને લીલાજીને કહ્યું હતું કે તેમણે ભાવેશને કેમ મજૂરી માટે નથી બોલાવ્યો. આમ બંન્ને શખ્સો વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલા ભાવેશે કોદાળી વડે લીલાજી પર હુમલો કરી દીધો હતો. જેમાં તેમના માથાના ભાગે અને ખભાના ભાગે કોદાળીના ઘા વાગતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.

પોલીસે ઇસમ વિરૂદ્ધ વધારે તપાસ હાથ ધરી
આવી નજીવી બાબતે ઇસમે ખેડૂત પર કોદાળી વડે હુમલો કરી દેવાની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી હતી. આ હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઘવાયા હતા, જેના કારણે તેમને વધારે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા. જ્યાં તેમને 4થી 5 ટાંકા આવ્યા હોવાની વિગતો સામે આવી છે.

આ ઘટનાને પગલે ખેડૂતે ગામના ઇસમ સામે મોઢેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇને મોઢેરા પોલીસે ઇસમ સામે આઇપીસી 307 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો