દોસ્ત બન્યો દુશ્મન:મહેસાણાના ઉદલપુરમાં મિત્રએ જ મિત્ર પર છરીના ઘાર ઝીંકી હત્યા નિપજાવી, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક વિપુલ રાવળ - Divya Bhaskar
મૃતક વિપુલ રાવળ
  • ખાસ મિત્રએ જ મિત્રની હત્યા નિપજાવવા પાછળનું કારણ અકબંધ

મહેસાણા પાસે આવેલ ઉદલપુર ગામમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશ માં આવી છે. ગામમાં એક યુવક તેના ખાસ મિત્રની જ હત્યા નિપજાવી ફરાર થઈ જતા ચકચાર મચી છે. એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

વિસનગર તાલુકામાં આવેલ ઉદલપુર ગામમાં રહેતો રાવળ વિપુલ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેની પડોશમાં રહેતો રાવળ હરેશ, વિપુલને ગત મોડી રાત્રે કોઈ કારણસર નર્સરીમાં બોલાવ્યો હતો. ત્યાં મૃતક વિપુલને પેટ માં છરી ના ઘા ઝીકી હત્યા કરી હતી તેમજ ગળે તાર બાંધી હત્યા કરી ફરાર થયો હતો.

મૃતક ના પીતા
મૃતક ના પીતા

સારવાર દરમિયાન યુવકનું મોતઉદલપુર ગામમાં વિપુલ રાવળને છરીના ઘા મારતા લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ તેના માતાપિતાને થતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામા આવ્યો હતો. ત્યાંથી મહેસાણા વધુ સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. જ્યાં મોડી સાંજે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મૃતક વિપુલભાઇ
મૃતક વિપુલભાઇ

મિત્ર એ મિત્ર ની હત્યા શા માટે કરી એ તપાસ બાદ સામે આવશેમૃતક વિપુલ રાવળ અને હાલ માં આરોપી તરીકે પરિવાર ના જણાવ્યા પ્રમાણે પડોશમાં રહેતો રાવળ

હરેશ ને આડોસ પાડોસમાં રહેતા હતા. ગાઢ મિત્ર એ પોતાના મિત્ર ની કરપીણ હત્યા શા માટે કરી એ પોલીસ તપાસ બાદ સામે આવશે.

પોલીસે સ્થળ મુલાકાત કરી FSL ટીમે સાથે રાખી તપાસ કરીવિસનગર તાલુકા પીઆઇ સહિત FSL ટીમે આજે સાંજે જ્યાં હત્યા કરવામાં આવી હતી એ સ્થળે જઇ તપાસ કરી હતી. હાલમાં સમગ્ર મામલે પોલીસે હત્યારા આરોપી ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

હત્યા બાદ મૃતક ના બે બાળકોએ પિતાની છાયા ગુમાવીમૃતકના પરિવાર ના જણાવ્યા પ્રમાણે મૃતકને નાના બે બાળકો છે. જેમાં એક બે વર્ષ નો દીકરો અને એક પાંચ વર્ષ ની દીકરી છે. હત્યા બાદ બે બાળકોએ નાની ઉંમર માં પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવાર પણ શોક મય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...