તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:મહેસાણાની સોમેશ્વર કુંજ સોસાયટીમાં 40હજાર રોકડ મળી 1.87 લાખની ચોરી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથ રોડની ઘટના, પરિવાર રાત્રે આંગણામાં સૂતો ને ચોર ઘરમાં ઘૂસ્યા
  • તસ્કરો બંધ મકાનના પાછળના રૂમની બારીની ગ્રીલ તોડી નાખી

મહેસાણાના સોમનાથ રોડ પર આવેલી સોમેશ્વર કુંજ સોસાયટીમાં રહેતો પરિવાર ઘર બંધ કરી ગત રાત્રે ગરમીના કારણે આંગણામાં સૂઇ ગયો હતો. ત્યારે ત્રાટકેલા તસ્કરો પાછળના રૂમની બારીની લોખંડની ગ્રીલ તોડી અંદર ઘૂસી સોના-ચાંદીના દાગીના અને રૂ.40 હજાર રોકડ મળી રૂ.1.87 લાખની મત્તા ચોરી ગયા હતા. જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ જી.આર. બોરીચાએ તપાસ હાથ ધરી છે.

સોમેશ્વર કુંજ 23 નંબરના મકાનમાં રહેતા અને ખાનગી નોકરી કરતા પ્રકાશકુમાર મુળજીભાઇ લેઉવા રાત્રે પરિવાર સાથે આંગણામાં સૂઇ ગયા હતા. ત્યારે તસ્કરોએ ઘરની પાછળના રૂમની બારીની લોખંડની ગ્રીલ તોડી અંદર ઘૂસી શુટકેસ તથા લોખંડની પેટીમાં મૂકેલા સોનાના સેટ, વીંટી, બુટ્ટી, વેઢ, ચાંદીની પાયલ, કમરબંધ, જુડા વગેરે સોના-ચાંદીના દાગીના તેમજ રૂ.40 હજાર રોકડ મળી કુલ રૂ.1.87 લાખની મત્તા ચોરી ગયા હતા. વહેલી સવારે 5.15 વાગે પ્રકાશકુમારની માતા જાગતાં ઘરમાં ચોરી થયાની જાણ થઇ હતી. બાદમાં પ્રકાશભાઇ લેઉવાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...