ટ્રોલીની ચોરી:મહેસાણાના પાલજ ગામે ખેડૂતે વાડીએ પાર્ક કરેલી ટ્રેક્ટરની ટ્રોલી તસ્કરો ઉઠાવી ગયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રોલીની ક્યાંય ભાળ ન મળતા ખેડૂતે સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ચોરીઓની ઘટનાઓ દિવસેને દિવસે સામે આવી રહી છે. ત્યારે વધુ એક ચોરી પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં મહેસાણાના પાલજ ગામથી અજાણ્યા તસ્કરો ટ્રેક્ટરની ટોલી ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે.

મહેસાણા તાલુકામાં આવેલા પાલજ ગામ ખાતે રહેતા રમેશભાઈ અંબાલાલ પટેલ સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ પોતાના ટ્રેકટરની ટોલી ગામડા આવેલી વાડી પાછળના ચબૂતરાની બાજુમાં પાર્ક કરી હતી. જે ટ્રોલી બે દિવસ અગાઉ રાત્રે અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

બાદમાં ફરિયાદીએ આ મામલે આસપાસ ટ્રોલી માટે તપાસ કરી હતી. ટ્રોલીનો ક્યાંય ભાળ ન મળતા આખરે તેમણે સાંથલ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...