વિવાદ:મહેસાણાના માલગોડાઉનમાં ગ્રાહકો મુદ્દે વેપારી બાખડ્યાં

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઈજાગ્રસ્ત વેપારીએ બે ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી

મહેસાણા શહેરના માલગોડાઉન વિસ્તારમાં ખાદ્યતેલની દુકાનના બે વેપારીઓ ગ્રાહકો લઈ જવા બાબતે જાહેરમાં બાખડ્યા હતા. બે ભાઈઓએ ભેગા મળીને ઠપકો આપનાર વેપારીને ધોકાથી મારતા ઈજાગ્રસ્ત વેપારીએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગ્રાહકોનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. મહેસાણાની દૂધસાગર ડેરીની બાજુમાં ખોડિયાર સોસાયટીમાં રહેતા રમેશભાઈ પટેલ માલગોડાઉનમાં ઉમિયા ઓઈલ ટ્રેડર્સ નામની દુકાન ધરાવે છે.

બુધવારે તેમની બાજુમાં આવેલી જય અંબે ટ્રેડર્સના વેપારી હિતેષ પટેલ અને ચિરાગ પટેલ નામના બંને ભાઈઓ રમેશ પટેલની દુકાને આવતા ગ્રાહકોને ઈશારા કરીને તેમની દુકાને બોલાવતા હોવાથી રમેશ પટેલે ઠપકો આપતા બંને ભાઈઓએ ઉશ્કેરાઈ જઈને રમેશ પટેલ અને તેમના પુત્ર ભાર્ગવને ધોકાથી માર માર્યો હતો.

રમેશ પટેલ ઈજાગ્રસ્ત થતાં તેઓને 108 દ્વારા સિવિલમાં ખસેડાયા હતા. માથાના ભાગે ઈજાઓ હોવાથી પ્રાથમિક સારવાર આપીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. મારામારી અંગે રમેશ પટેલે ફરિયાદ આપતા બી ડીવીઝન પોલીસે હિતેષ ગોવિંદભાઈ પટેલ અને ચિરાગ ગોવિંદભાઈ પટેલ બંને રહે. તિરૂપતિ સોમેશ્વરપાર્ક, માનવ આશ્રમ ચોકડી પાસે, મહેસાણાવાળા સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...