બાઈક સળગાવી માર્યુ:મહેસાણાના નીચા ભાટવાડામાં શખ્સે અગમ્ય કારણોસર એક બાઈકને આગ ચાંપી, cctv ફૂટેજ સામે આવ્યા

મહેસાણા15 દિવસ પહેલા
  • બાઈકના માલિકે આરોપીના પિતાને જાણ કરતાં તેમણે જે થાય તે કરી લેવાની ધમકી આપી
  • બાઈકના માલિકે યુવક અને તેના પિતા સામે અરજી આપતા પોલીસે કાર્યવાહી કરી

મહેસાણા શહેરમાં આવેલા ઉંચી શેરી પાસે નીચા ભાટવાડા વિસ્તારમાં ગત સોમવારે મોડી રાત્રે એક યુવકે અગમ્ય કારણોસર અંધારાનો ફાયદો ઉઠાવી એક ઘરની બહાર પડેલા બાઈકને આગ ચાંપી દીધી હતી. બાદમાં બાઈકના માલિકને જાણ થતાં એ ડિવિઝન પોલીસને જાણ કરાતાં પોલીસે પિતા-પુત્રની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

મહેસાણામાં નીચા ભાટવાડામાં રહેતા હિતેશ કાલીચરણ ગુપ્તાનું બાઈક તેમણે પોતાના મકાન બહાર પાર્ક કર્યું હતું. જેમાં ગત સોમવારની રાત્રે 1.30 કલાકે તેમના પડોશીએ બાઈકમાં આગ લાગી હોવાની જાણ કરી હતી.

બાદમાં રાત્રે પાણી છાંટી આગ બુઝાવીને ઘરમાં લાગેલા સીસીટીવી ચેક કરતા શખ્સ સુથારના માઢની સામે રહેતો ટીનો દશરથ ભાઈ બારોટ હોવાનું સામે આવ્યું હતું. તેથી હિતેશ ગુપ્તાએ ટીનાના પિતાને જાણ કરતા તેમણે જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. બાદમાં હિતેશ ગુપ્તાએ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પોલીસે અરજી લઇ વધુ તપાસ હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...