તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રચારમાં પ્રહાર:મહેસાણાના ખેરવા ગામમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, -કોંગ્રેસને રોકડી કરવાથી જ કામ છે

મહેસાણા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મતદારોને રિઝવવા નીતિન પટેલે કોંગ્રેસને આડેહાથ લીધી
 • કડીમાં કોંગ્રેસ દ્વારા પૈસા લઈને મેન્ડેટ બદલ્યા છે: નીતિન પટેલ

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ગરમાવો યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં મતદારોને રિઝવવા ભાજપ પોતાના ઉમેદવારોના માટે પ્રચાર કરવા માટે સાંસદ, રાજ્યસભા સાંસદ અને નાયબ મુખ્યમંત્રી પણ મેદાનમાં ઉતર્યા છે.

મહેસાણાના ખેરવા ગામમાં ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર સભા સંબોધી હતી. આ સભામાં નીતિન પટેલે કોંગ્રેસને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં કડીમાં કોંગ્રેસ દ્વારા પૈસા લઈને મેન્ડેટ બદલ્યા છે, કોંગ્રેસને રોકડી કરવાથી જ કામ છે. મેન્ડેટ બદલી નાખતા મારામારી થઈ હતી.

નીતિન પટેની સભામાં ન થયું કોરોના ગાઇડ લાઇનનું પાલન
નીતિન પટેની સભામાં ન થયું કોરોના ગાઇડ લાઇનનું પાલન

ચૂંટણીઓ આવતાં એક-બીજા પક્ષ પર આપેક્ષ કરવા એ કંઇ નવી વાત નથી. બધા પક્ષોને પોતાની જીતની આશા હોય છે. ત્યારે મહેસાણાના ખેરવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. નીતિન પટેલની આ સભામાં કોરોના ગાઇડ લાઇનનું ક્યાય પાલન કરવામાં આવ્યુ ન હતું. ક્યાય સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક જોવા મળ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો