જાનહાની ટળી:મહેસાણા જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગની વહીવટી શાખામાં છતનો ભાગ તૂટતાં દોડધામ

મહેસાણા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખૂણાનો છતનો ભાગ તૂટી પડતાં લોખંડના સળિયા દેખાવા માંડ્યા

જિલ્લા પંચાયતમાં ચોથા માળે આવેલ આરોગ્ય વિભાગની વહીવટી શાખામાં બપોરના સુમારે છતનો ભાગ તૂટી પડતા દોડધામ મચી હતી. સદનસીબે ખૂણામાં જે જગ્યાએ ભાગ તૂટ્યો હતો. તે જગ્યાએ બેઠેલા ક્લાર્ક ચેક આપવા જતાં મોટી જાનહાનિ ટળી હતી.ગુરુવારે બપોરના 12:00 કલાકે મહેસાણા જિલ્લા પંચાયતના ચોથા માળે આવેલી આરોગ્ય વિભાગની વહીવટી શાખાના ખૂણામાં છતનો ઉપરનો ભાગ ધડામ દઈને તૂટી પડતાં આસપાસના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.

છતનો ભાગ તૂટી પડ્યો તે સમયે ત્યાં બેઠેલા સિનિયર ક્લાર્ક અરવિંદભાઈ પટેલ બાજુમાં ચેક આપવા ગયા હોવાથી દીવાલના પોપડા તેમની ખુરશી ઉપર અને નીચે પડ્યા હતા. જેને લઈ સદ નસીબે મોટી જાનહાનિ ટળી હતી.

ઘટનાની જાણને પગલે જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ અને આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા દોડી આવ્યા હતા અને માત્ર આરોગ્ય વિભાગ જ નહીં પરંતુ પંચાયતના આખા બિલ્ડીંગનું નિરીક્ષણ કરીને બાંધકામ શાખાને જિલ્લા પંચાયતના મકાનના સ્ટ્રક્ચરની સ્ટેબિલિટીની તપાસ કરાવવા માટેના આદેશ આપ્યા હતા. ખાનગી એજન્સી પાસે સ્ટ્રકચર સ્ટેબિલિટીની તપાસ કરાવ્યા બાદ જે રિપોર્ટ આવે તેને આધારે નક્કી કરાશે કે પંચાયતની આરોગ્ય શાખા અન્ય જગ્યાએ

અન્ય સમાચારો પણ છે...