તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહેસાણામાં મહિલા અને દિવ્યાંગો સિટીબસમાં ફ્રી મુસાફરી કરી શકશે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાએ 8 મિનિ સિટીબસ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી

મહેસાણા શહેરમાં 8 મિનિ સિટીબસ દોડાવવા નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં મહિલાઓ તેમજ દિવ્યાંગો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યું કે, સિટી બસમાં ઓછામાં ઓછું રૂ.5 અને મહત્તમ રૂ.10 ભાડું રહેશે. બસમાં જીપીએસ સિસ્ટમ તેમજ સીસીટીવી કેમેરા લગાવાશે. આખો દિવસ મુસાફરી માટે રૂ.20ની ટિકિટ રહેશે. આ રીતે ટેન્ડરની શરતો નક્કી કરાઇ છે. આગામી બે મહિનામાં સિટી બસ શહેરના રસ્તાઓ પર દોડતી કરવાનું આયોજન છે.

મહેસાણા શહેરમાં કોરોનાના દર્દી માટે નગરપાલિકાની ફ્રી એમ્બ્યુલન્સ સેવા
મહેસાણા શહેરમાં હવે કોરોનાના દર્દીને હોસ્પિટલ લઇ જવા માટે ફાયર વિભાગના નંબર ઉપર કોલ કરીને ફ્રી સેવાનો લાભ લઇ શકાશે. જરૂરિયાતમંદ દર્દીને શહેરની અંદર કોઇપણ હોસ્પિટલ આવન-જાવન માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરાઇ હોવાનું પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યું હતું.

ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, મહેસાણા શહેરની હદ બહાર દર્દી માટે કિલોમીટર દીઠ રૂ. 2 ચાર્જથી પણ આ સેવા આપવામાં આવશે. ફાયરનો 101 નંબર કે પાલિકા ફાયર વિભાગના 027622 23283 નંબર ઉપર ડાયલ કરી કોરોનાના દર્દી માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...